
ચંડીગઢ, બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન થયું છે. જાણીતા જ્યોતિષ પી ખુરાનાએ શુક્રવારે સવારે ચંડીગઢમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. આજે સાંજે ચંડીગઢના મણિમાજરા શ્મશાન ઘાટમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં જણાવી દઈએ કે પી ખુરાના પંજાબના માહોલીના ફોટસ હોસ્પિટલમાં એડમિટ હતા અને છેલ્લા બે દિવસથી હદય સંબંધિત બીમારીને કારણે હોસ્પિટલમાં એમનો ઈલાજ ચાલી રહ્યો હતો.
આયુષ્માન ખુરાના તેના પિતાની ખૂબ નજીક હતો અને પિતા પી ખુરાના એ જ અભિનેતાના નામનો સ્પેલિંગ બદલ્યો હતો અને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવા માટે કહ્યું હતું. પિતા જાણતા હતા કે પુત્ર આયુષ્માનનું કરિયર ઈન્ડસ્ટ્રીમાં ખાસ અને સફળ બનવાનું છે. આવી સ્થિતિમાં આયુષ્માન ખુરાનાએ તેના પિતાના આશીર્વાદ લઈને તેની ફિલ્મી સફર શરૂ કરી.