દાહોદ,દાહોદ જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.15-11-2023 થી પ્રારંભ થયેલ છે. જીલ્લા કલેકટર હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જીલ્લા પંચાયતના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતના અથાક પ્રયત્ન અન્વયે છેલ્લા 30 દિવસમાં કુલ 420 ગામડાઓમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો રથ પહોચ્યો. જેમાં આયુષ્માન ભારત અંતર્ગત યાત્રા દરમ્યાન કુલ 21775 PMJAY કાર્ડ કાઢીને લાભાર્થીઓને આપવામા આવ્યા તથા છેલ્લા એક મહિનામાં જીલ્લાના આરોગ્ય કર્મચારીઓના અથાક પ્રયત્નો દવારા કુલ 119770 PMJAY કાર્ડ કાઢવામાં આવ્યા. જે આદિજાતિ પછાત જીલ્લો હોવા છતાં આખા રાજ્યની અંદર દાહોદ બીજા નંબર પર છે. જન સુખાકારી માટે જીલ્લા આરોગ્ય તંત્ર હંમેશા ખડેપગે છે, તેમજ છેવાડાના માનવી સુધી આરોગ્યની તમામ યોજનાઓનો લાભ મળી રહે તે માટે પણ કટિબદ્ધ છે.