આમિર ખાન અને રીના દત્તાની પુત્રી આયરા ખાને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે 3 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. બંનેએ મુંબઈની પ્રખ્યાત હોટેલ તાજ લેન્ડ એન્ડમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. હવે ઈન્ડસ્ટ્રીના લોકો માટે મુંબઈમાં આયરા અને નૂપુરના લગ્ન માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે.
રિપોર્ટ્સ અનુસાર, રિસેપ્શનમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન અને ઘણા બોલિવૂડ સ્ટાર્સ હાજરી આપશે. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટથી ખબર પડી છે કે આયરા ખાન અને નૂપુર શિખરે 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે, જેમાં પરિવારના સભ્યો હાજરી આપશે. આ પછી 13 જાન્યુઆરીએ મુંબઈમાં રિસેપ્શન યોજાશે.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભવ્ય રિસેપ્શન મુંબઈના BKC સ્થિત Jio સેન્ટરમાં યોજાશે. આ રિસેપ્શનમાં બોલિવૂડ અને અનેક રાજનેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. રિસેપ્શન માટેના ગેસ્ટ લિસ્ટમાં સલમાન ખાન, શાહરુખ ખાન, અજય દેવગન, અમિતાભ બચ્ચન, કરણ જોહર, અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, રાજકુમાર હિરાની, આશુતોષ ગોવારીકર, જુહી ચાવલા, રાકેશ ઓમપ્રકાશ મહેરા જેવા નામ સામેલ છે. આ સિવાય પણ ઘણા નામો સામેલ થઈ શકે છે. આયરાના રિસેપ્શનમાં માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ જોવા મળશે.
3 જાન્યુઆરીએ આયરાના લગ્નમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ હાજર હતા અને આમિર ખાન તેમનું સ્વાગત કરતો જોવા મળ્યો હતો. એવું માની શકાય છે કે બંને રિસેપ્શનમાં પણ જોવા મળશે.
પોતાના લગ્નમાં નૂપુર તેના ઘરેથી લગ્ન સ્થળ સુધી દોડીને આવ્યો હતો
ઢોલ વગાડ્યા અને પોતાના લગ્નના વરઘોડામાં નાચ્યો હતો.ત્યાર પછી જરૂરી દસ્તાવેજો પર સહી કરીને નૂપુર અને આયરા સત્તાવાર રીતે પતિ-પત્ની બન્યા હતાં. હવે આ લગ્નના ઘણા ઇનસાઇડ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. લગ્નમાં હાજરી આપનાર નૂપુર અને આયરાના મિત્રોએ આ વાત તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
આવા જ એક વીડિયોમાં આયરા સ્ટેજ પર નૂપુર સાથે મજાક કરતી જોવા મળી રહી છે. રજિસ્ટર્ડ મેરેજ કર્યા પછી તેણે મહેમાનોની સામે નૂપુરને કહ્યું કે હવે જઈને સ્નાન કરો…ગુડ બાય…. કપલની ફની વાતચીતનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. નૂપુરે પોતાના લગ્નની તમામ ઔપચારિકતાઓ જિમનાં કપડાંમાં પૂરી કરી હતી. આ પછી તે તૈયાર થઈ ગયો અને પારંપરિક પોશાકમાં આવ્યો અને પછી મીડિયાની સામે આવ્યો હતો.