આવો સૌકોઈ સાથે મળીને તિરંગા યાત્રામાં જોડાઈએ,13 ઓગસ્ટના સાંજે ત્રણ વાગ્યે ગોધરા ખાતે જીલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી બનીએ

  • તિરંગા યાત્રાનો રૂટ પોલીસ હેડ ક્વાર્ટરથી શરૂ કરી રામસગર તળાવ (હોળી ચકલા) ખાતે યાત્રાનું સમાપન કરાશે.

આપણો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હરા ઘર તિરંગા અભિયાન અંતર્ગત સ્વતંત્રતા સપ્તાહનું આયોજન કરાયું છે. જીલ્લામાં તા.12 ઓગષ્ટના રોજ તાલુકા તથા 13 ઓગષ્ટના રોજ ગોધરા ખાતે ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લા કક્ષાની તિરંગા યાત્રા ગોધરા શહેર ખાતે તા.13/08/2024 ને મંગળવારાના રોજ સાંજના 3 કલાકે યોજવામાં આવશે. સદર તિરંગા યાત્રાનો રૂટ પોલીસ હેડ ક્વાર્ટરથી શરૂ કરી પાંજરા પોળ ચિત્રા રોડ વિશ્ર્વકર્મા ચોક પટેલ વાડા પોલણ બજાર ચોકી નં-7 ગોદવણી રોડ-બી ડીવી. પો.સ્ટે. પિમ્પુટકર ચોકથી રામસગર તળાવ (હોળી ચકલા) ખાતે યાત્રાનુ સમાપન કરાશે. આ તિરંગાયાત્રામાં જોડાવા માટે પંચમહાલ જીલ્લાની જાહેર જનતા, એન.જી.ઓ, તમામ સમાજના લોકો,શાળા કોલેજના વિદ્યાર્થીઓને જીલ્લા વહીવટી તંત્ર પંચમહાલ તરફથી અનુરોધ કરાયો છે.