- બંગાળમાં મમતા બેનર્જી તેમના ભત્રીજાને રાજકારણમાં લાવવા માંગે છે જેનાથી ટીએમસીના તમામ દિગ્ગજ નેતાઓ નારાજ છે.: પ્રદેશ ભાજપ અધ્યક્ષ
મુંબઇ, મહારાષ્ટ્રમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને શરદ પવારને આંચકો લાગ્યો છે અને અજિત પવાર બળવો કરીને ઘણા ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સરકારમાં જોડાયા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ હવે અન્ય રાજ્યોમાં પણ પહોંચવા લાગ્યો છે અને પશ્ર્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ સુકાંત મજમુદારે દાવો કર્યો છે કે આવનારા સમયમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ શરદ પવારની જેમ ખેલા થઈ શકે છે.
મહારાષ્ટ્રના રાજકારણ પર પશ્ર્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું, ‘શરદ પવાર તેમની પુત્રીને રાજકારણમાં લાવવા માંગતા હતા. જેના કારણે પાર્ટીના જૂના દિગ્ગજ નેતા અને અજિત પવાર નારાજ થઈ ગયા હતા અને તેઓ એનડીએ માં સામેલ થઈ ગયા હતા. એ જ રીતે પશ્ર્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જી તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને રાજકારણમાં લાવવા માંગે છે. જેના કારણે પાર્ટીને પોતાના હાથે ઉભી કરનાર ટીએમસીના તમામ દિગ્ગજ નેતાઓ નારાજ છે. આ પંચાયત ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી હારી જશે અને બરાબર એ જ બાબતો પશ્ર્ચિમ બંગાળમાં પણ થશે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારે મોટી ઉથલપાથલ થઈ હતી અને અજિત પવાર પાર્ટી વિરુદ્ધ બળવો કરીને એકનાથ શિંદે સરકારમાં સામેલ થઈ ગયા હતા. અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે એનસીપીના અન્ય આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. અજિત પવારના આ પગલાથી શરદ પવાર અને વિપક્ષી એક્તાને મોટો ઝટકો લાગ્યો છે.
નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાની સાથે અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને તેના ચૂંટણી ચિન્હ પર પણ દાવો કર્યો છે. અજિત પવારે દાવો કર્યો હતો કે એનસીપીના તમામ ધારાસભ્યો તેમની સાથે છે અને એક પક્ષ તરીકે સરકારને સમર્થન આપ્યું છે. આ સાથે તેમણે પાર્ટી પર દાવો કર્યો કે અમે એનસીપીના ચૂંટણી ચિન્હ પર જ ચૂંટણી લડીશું. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપીના ૫૩માંથી ૪૦ ધારાસભ્યો અજિત પવારની સાથે છે.