ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાની ૯૩ બેઠકો પર આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જેને લઈ ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોમાં ઈવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં મતદાન માટે જરૂરી સાધન સામગ્રી વિતરણ કરવામાં આવ્યું હતુ.૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર ૮૩૩ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જેમાં ૭૬૪ પૂરૂષ અને ૬૯ મહિલા ઉમેદવારો સમાવેશ થાય છે. ૨૬ હજાર ૪૦૯ મતદાન મથકો પર મતદાન થશે. જેમાં ૮ હજાર ૫૩૩ શહેરી મતદાન મથકો અને ૧૭ હજાર ૮૭૬ ગ્રામ્ય વિસ્તારમા મતદાન મથકો છે. બીજા તબક્કામા ૩૬ હજાર ૪૩૯ બેલેટ યુનિટનો ઉપયોગ થશે અને ૩૬ હજાર ૪૩૯ કંટ્રોલ યુનિટનો ઉપયોગ થવાનો છે.મતદાન દરમિયાન કુલ ૧ લાખ ૧૩ હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. સાથે સાથે ૪૦ હજાર ૬૬ જેટલા વીવીપીએટીનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં ૧૩ હજાર ૩૧૯ મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે.
બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે મતદાન યોજાશે જેમાં ઉત્તર ગુજરાત અને મય ગુજરાતની ૯૩ બેઠકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બનાસકાંઠા જિલ્લાની ૯ બેઠકો, પાટણ જિલ્લાની ૪ બેઠકો, મહેસાણા જિલ્લાની ૭ બેઠકો, સાબરકાંઠા જિલ્લાની ૪ બેઠકો, અરવલ્લી જિલ્લાની ૩ બેઠકો, ગાંધીનગરની ૫ બેઠકો, અમદાવાદની ૨૧ બેઠકો, આણંદની ૭ બેઠક, ખેડાની ૬ બેઠકો, મહીસાગરની ૩ બેઠકો, અરવલ્લીની ૩ બેઠકો, પંચમહાલ જિલ્લાની ૫ બેઠકો, દાહોદ જિલ્લાની ૬ બેઠકો, વડોદરા જિલ્લાની ૧૦ બેઠકો, છોટાઉદેપુર જિલ્લાની ૩ બેઠકો પર મતદાન થશે. ત્યારે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉત્તર અને મય ગુજરાતની ૯૩ બેઠકોનો સમાવેશ થાય છે. ૫ ડિસેમ્બરે જે ૧૪ જિલ્લાની ૯૩ બેઠક માટે મતદાન થનાર છે તેવા જીલ્લા જોઇએ તો બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ,પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ, પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર, સાબરકાંઠા જિલ્લો:બેઠકોના નામ : હિંમતનગર ,ઈડર, ખેડબ્રહ્મા , પ્રાંતિજ, અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ ભિલોડા,મોડાસા,બાયડ, ગાંધીનગર જિલ્લો: બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, અમદાવાદ જિલ્લા: બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા,ઠક્કરબાપા નગર, બાપુનગર,અમરાઈવાડી, દરિયાપુર,જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી,અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા,આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા,ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ, મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા,વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર , સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુરનો સમાવેશા થાય છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં આ ૯૩માંથી ભાજપે ૫૧ બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે ૩૯ બેઠકો જીતી હતી. બીજા તબક્કામાં કુલ ૮૩૩ ઉમેદવારોનું ભાવિ દાવ પર છે.
બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહારથીઓ મેદાને છે. ભાજપના ૨૦ નેતા એવા છે, જેમના પર જીતનો આધાર છે. તો કોંગ્રેસના ૧૨ દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. તો એનસીપીની વાત કરીએ તો દિગ્ગજ નેતા જયંત બોસ્કી ઉમરેઠથી ભાજપને હંફાવી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાજપ કોંગ્રેસના ઘણા દિગ્ગજો ચૂંટણી લડી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાને છે. આ સિવાય ભાજપના અન્ય મહારથીઓની વાત કરીએ તો શંકર ચૌધરી થરાદથી, અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માથી, અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી, હાદક પટેલ વીરમગામથી, જગદીશ વિશ્વકર્મા નિકોલથી, ભૂષણ ભટ્ટ જમાલપુર-ખાડિયાથી ચૂંટણીના જંગમાં છે.