આવતા મહિને બેન્ક ૧૫ દિવસ બંધ રહેશે

મુંબઇ, હવે જૂન મહિનાનું બીજું પખવાડિયું શરૂ થઇ ગયું છે અને મહિનો પૂરો થવામાં હવે ૧૦ દિવસથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંકે જુલાઈ ૨૦૨૩માં આવતી બેંકની રજાઓની યાદી જાહેર કરી છે. જુલાઈ ૨૦૨૩માં બેંકોમાં મહિનાના બીજા  ચોથા શનિવાર અને રવિવાર સહિત લગભગ ૧૫ દિવસકામ શકહો બંધ રહેશે.

જુલાઈમાં પ્રથમ બેંક રજા રવિવાર ૨ જુલાઈના રોજ આવશે. આ દિવસે દેશભરની બેંકો બંધ રહેશે. આ પછી બેંકની રજા ૫ જુલાઈએ ગુરુ હરગોવિંદ જીની જન્મજયંતિ પર પડશે. આ દિવસે જમ્મુ અને શ્રીનગર પ્રતમાં બેંકો બંધ રહેશે. આ પછી મિઝોરમ ઝોનમાં બેંકો એમએચઆઇપી દિવસ, અન્ય રજાના અવસર પર બંધ રહેશે. ૮ જુલાઈના બીજા શનિવારે દેશભરની બેંકો બંધ રહેશે. ૯મી જુલાઈએ રવિવાર હોવાથી દેશભરની બેંકોમાં રજા રહેશે.

  • ૨ જુલાઈ ૨૦૨૩: રવિવાર
  • ૫ જુલાઈ ૨૦૨૩: ગુરુ હરગોવિંદ સિંહ જયંતિ (જમ્મુ, શ્રીનગર)
  • ૬ જુલાઈ ૨૦૨૩: એમએચઆઇપી દિવસ (મિઝોરમ)
  • ૮ જુલાઈ ૨૦૨૩: બીજો શનિવાર
  • ૯ જુલાઈ ૨૦૨૩: રવિવાર
  • ૧૧ જુલાઈ ૨૦૨૩: કેર પૂજા (ત્રિપુરા)
  • ૧૩ જુલાઈ ૨૦૨૩: ભાનુ જયંતિ (સિક્કિમ)
  • ૧૬ જુલાઈ ૨૦૨૩: રવિવાર
  • ૧૭ જુલાઈ ૨૦૨૩: યુ તિરોટ સિંગ ડે (મેઘાલય)
  • ૨૧ જુલાઈ ૨૦૨૩: ડૂકપા ત્સે-ઝી (ગંગટોક)
  • ૨૨ જુલાઈ ૨૦૨૩: ચોથો શનિવાર
  • ૨૩ જુલાઈ ૨૦૨૩: રવિવાર
  • ૨૯ જુલાઈ ૨૦૨૩: મોહરમ (લગભગ તમામ રાજ્યોમાં)
  • ૩૦ જુલાઈ ૨૦૨૩: રવિવાર
  • ૩૧ જુલાઈ ૨૦૨૩: શહીદ દિવસ (હરિયાણા અને પંજાબ)

દેશની તમામ બેંકોમાં ૨૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. મે મહિનામાં આરબીઆઈએ રૂ. ૨૦૦૦ની નોટો પાછી ખેંચવાનો આદેશ આપ્યા બાદ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. દેશના લોકોને સપ્ટેમ્બરના અંત સુધીમાં આ તેમની પાસેની ૨૦૦૦ રૂપિયાની નોટો બેંકમાં જમા કરાવવા માટે આદેશ આપવામાં આવ્યો વજ્જે. જેના પર સતત કામ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં જો કોઈને જુલાઈમાં ૨૦૦૦ રૂપિયાની નોટ વ્યવહાર દરમિયાનમળે છે અને તેને બેંકોમાં જમા કરાવવાની જરૂર ઉભી થાય છે. આ સ્થિતિમાં લોકોએ બેંકની રજા અનુસાર બેંકનું કામ એડજસ્ટ કરવું પડશે.