- પંચમહાલ જીલ્લા નિવાસી અધિક ક્લેકટરના અધ્યક્ષપદે વિવિધ વિભાગના નોડલ અધિકારીઓની તાલીમ યોજાઇ.
- આવશ્યક સેવા કર્મીઓએ ફોર્મ-12ઉમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.
ગોધરા,ભારતના ચુંટણી પંચની સુચનાઓ પરત્વે Absentee VotersonEssential Service આવશ્યક સેવામાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓને ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઇઓ કરવામાં આવેલ છે.જેના અનુસંધાને પંચમહાલ નિવાસી અધિક ક્લેકટર એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે નોડલ અધિકારીઓઓની તાલીમ યોજાઇ હતી.
નિવાસી અધિક ક્લેકટરએ ઉપસ્થિત તમામ નોડલ અધિકારીઓઓને જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષીને ચૂંટણી સાથે સંકળાયેલા આવશ્યક સેવાકર્મીઓ પોતાની ફરજ બજવણી સાથે લોકશાહીના મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી શકે તે સુનિશ્ચિત કરવાનું છે. આ સાથે તમામ અધિકારીઓએ પોસ્ટલ બેલટથી મતદાન કરાવવા માટે નિયત ફોર્મ-12(ડી) મેળવવા, નિયત ફોર્મ-12(ડી) ચુંટણી અધિકારીને પહોચાડવા, ટપાલ મતપત્રો ઇશ્યુ કરવાના રહશે. તેમજ PVC(પોસ્ટલ વોટીંગ સેન્ટર)ખાતે મતદાન કરવાની સંપુર્ણ પ્રક્રિયા જેવી તમામ બાબતો વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
નોંધનીય છે કે, આવશ્યક સેવાઓ તરીકે વીજળી વિભાગ, બીએસએનએલ, રેલવે, આરોગ્ય વિભાગ, દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણીના દિવસે કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા એક્રેડીટેડ મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓને જાહેર કરવામાં આવી છે. આ સેવામાં જોડાયેલા વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ માટે ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઇઓ કરવામાં આવેલ છે.
પંચમહાલ જીલ્લામાં પોલ ડે દિવસ પહેલાના ત્રણ દિવસ સુધી ટપાલ મતપત્ર ગોધરા ખાતે સ્વીકારવામાં આવશે.આ માટે સબંધિત નોડલ અધિકારીએ પ્રમાણપત્ર સાથેની યાદી 12 એપ્રિલ સુધી જીલ્લા ચૂંટણી અધિકારીને મોકલવાની રહેશે.