આતુરતાનો અંત…IPL Schedule 2020 જાહેર, જાણો ક્યાં, ક્યારે અને કેટલા વાગે રમાશે મેચ

IPL 2020 ના કાર્યક્રમનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. IPL 2020ના શિડ્યુલને જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિગ્સ વચ્ચે પહેલી મેચ 19 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે આ વખતે ઇન્ડિયન પ્રીમીયરલીગ (IPL)ના આયોજનમાં વિલંબ થયો છે. 29મી માર્ચને બદલે તે છેક 19મી સપ્ટેમ્બરે શરૂ થશે. આ ઉપરાંત ભારતને બદલે તેનું આયોજન યુનાઇટેડ આરબ અમિરાતમાં થવાનું છે.

કારણ કે, આ વર્ષે મેચ અબુધાબી અને દુબઈમાં થવાની છે એટલા માટે બંને જગ્યાએ કોરોના બિમારીના કારણે કોરન્ટાઈનના અલગ અલગ નિયમ છે. આઈપીએલના ચેરમેન બ્રૃજેશ પટેલે શનિવારના રોજ કંન્ફોર્મ કર્યુ હતું કે, ટૂર્નામેન્ટની 13મી સીઝનનું સિડ્યૂલ રવિવારે એટલે કે, આજે જાહેર થશે.

આઈપીએલના ચેરમેન બૃજેશ પટેલે શનિવારે આ વાતની જાણકારી આપી હતી કે રવિવારે સંપૂર્ણ શિડ્યુલ જારી કરવામાં આવશે. કેટલીક ફ્રેંચાઈઝીઓએ ભારતીય બોર્ડ પાસે જલ્દી જલ્દીથી શેડ્યુઅલ જાહેર કરવાની અપીલ કરી હતી. કારણ કે, તમામ ટીમ તેના હિસાબે પ્લાન કરી શકે, બીસીસીઆઈએ હાલમાં જ અમીરાત ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરીને અને કાર્યક્રમ તથા વાહન પરિવહનને લઈને તમામ મુદ્દાઓ થાળે પડી ગયા છે.તેણે આ પહેલા આઈપીએલના શેડ્યુઅલને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. આખરે બીસીસીઆઈ તેને જાહેર કરવામાં આટલો વિલંબ કેમ કરી રહી છે. જ્યારે ટૂર્નામેન્ટની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થવાની છે.

દુબઇમાં IPLની તૈયારીઓ કરી રહ્યા છે ખેલાડીઓ

IPLની ગવર્નિંગ કાઉન્સિલ અને બીસીસીઆઈએ આ અગાઉ 30મી ઓગસ્ટે કાર્યક્રમ જાહેર કરવાની યોજના બનાવી હતી અને આ અંગેની જાહેરાત પણ થઈ ગઈ હતી પરંતુ કોઈ કારણોસર આમ શકય બન્યું ન હતું. દરમિયાન IPLમાં ભાગ લેનારી તમામ ટીમ દુબઈ પહોંચી ગઈ છે. બીસીસીઆઈ અને અમિરાત સરકારના નિયમો હેઠળ તમામ ટીમના ખેલાડીઓએ ત્યાં પહોંચ્યા બાદ કોરોન્ટાઇનનું પણ પાલન કરી લીધું છે

Don`t copy text!