હત્યા કરતા મોટી છે આત્મહત્યા: સુશાંત કેસમાં બોલ્યા પ્રસૂન જોશી

મુંબઈ,
અભિનેતા સુશાંતિંસહ રાજપૂતના મોતને ત્રણ મહિના પછી એમ્સ રિપોર્ટ દ્વારા એ માહિતી મળી છે કે અભિનેતાએ આત્મહત્યા કરી હતી. હત્યાના એંગલ ઉપર હવે બ્રેક લગાવી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર આ એમ્સના રિપોર્ટ ઉપર કેટલાક સવાલ ઉઠાવવામાં આવી રહૃાા છે. સુશાંતના ચાહકોતો સતત પોતાનો અવિશ્ર્વાસ જાહેર કરી રહૃાા છે. પરંતુ આ વચ્ચે હવે સીબીએફસી ચીફ પ્રસૂન જોશીએ સુશાંતના મોત ઉપર પ્રતિક્રિયા આપી છે. એક ઈન્ટરવ્યુમાં પ્રસૂન જોશીએ કહૃાું છે કે, હત્યા કરતા મોટી છે

આત્મહત્યા. તેમની નજરમાં કોઈપણ માણસ આત્મહત્યા જેવું પગલું ખુબ જ મુશ્કેલી પરિસ્થિતિમાં ઉઠાવતા હોય છે. તેણે કહૃાું કે, આત્મહત્યા હત્યા કરતા મોટી હોય છે. હત્યામાં કોઈ દૃોષિ હોય છે.

આત્મહત્યા એક પ્રકારની બિમારી છે. આ ત્યારે જોવા મળે છે જ્યારે કંઈ સહન નથી કરી શકાતું અને લોકો પોતાને અસુરક્ષિત અનુભવે છે. આ નાની વાત નથી. ઈન્ડસ્ટ્રીએ આ વાતને ગંભિરતાથી લેવી જોઈએ. કેટલીક હિટ ફિલ્મો દેવાથી કંઈ નથી થતું. જિદગી ફિલ્મોથી મોટી હોય છે. હવે પ્રસૂન જોશીનું એ કહેવુ મહત્વ ધરાવે છે કે અત્યાર સુધી તો માત્ર આ વાત ઉપર જ વિવાદ ચાલી રહૃાો હતો કે આ હત્યા છે કે આત્મહત્યા. પરંતુ જો મોટા મુદ્દાઓ પર નજર નાખવામાં આવે તો સમજાય છે કે એ પરિસ્થિતિઓને સમજવાની જરૂર છે.

જેના કારણે આ કદમ ઉઠાવવામાં આવી રહૃાું છે. ત્યારે પ્રસુન જોશી એ પણ માને છે કે એક આર્ટિસ્ટ માટે પૈસાથી વધારે મહત્વની છે કોઈની જિદગી. તે હંમેશા પૈસાથી ઉપર જિદગીને રાખે છે. આર્ટિસ ખુબ જ સંવેદનશીલ હોય છે. આમ તો છેલ્લા કેટલાક દિવસથી પ્રસૂન જોશી સતત નિવેદનો આપી રહૃાા છે. હાલમાં જ તેણે ડ્રગ્સ કેસમાં પ્રતિક્રિયા આપતા કંગના રનૌતનું સમર્થન કર્યું હતું. તેણે કહૃાું કે કંગના રનૌતના સત્યને મહત્વહીન ન કરવું જોઈએ. તે જે કહી રહી છે તેના વિશે પણ ગંભીરતાથી વિચારવું જોઈએ. તેમની નજરોમાં ડ્રગ્સ એક સમસ્યા છે અને તેનાથી ભાગવું યોગ્ય નથી.