આટકોટ થી રાજકોટ હાઈવે પર બાઈક પર સવાર કાકા ભત્રીજા ને કાર ચાલકે હડફેટે લેતા બંને ના મોત નીપજ્યા હતા પોલીસે કાર ચાલક વિરુધ ગુનો નોધી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે. વાગુદડ પાસે ટ્રક ચાલકે વૃદ્ધ ને હડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ ભુપતભાઇ ધીરૂભાઇ સરીયા રહે.શીવરાજપુર તાલુકા જસદણ વાળાએ આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે તેનો નાનો ભાઈ સંજય અને કૌટુંબીક કાકા રમેશભાઈ બાઈક લઈને બપોરેના સમયે બળધોઈ ગામે જતા હોય ત્યારે બળધો ડુંગર અને બળધોઈ ગામના પાટિયા વચ્ચે કાર નબર GJ-36-L-3166 ચાલકે બને હડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને સારવાર કારગત નીવડે તે પહેલા બંને મોત નીપજ્યા હતા અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને નાસી ગયો હતો પોલીસે કાર ચાલક વિરુધ ગુનો નોધી તેને ઝડપવા માટેની તેમજ વધુ તપાસ પી.એસ.આઈ આઈ.એમ.સરવૈયા ચલાવી રહ્યા છે.
બીજા બનવાની મળતી વિગત મુજબ રાજકોટ કાલાવાડ રોડ પર વાગુંદડ ગામ પાસેથી પ્રણયભાઈ આચાર્ય રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ટ્રક નબર GJ-03-BT-4866 નો ચાલક અબ્દુલ નુરમામદભાઇ ગજ પ્રણયભાઈ આચાર્ય નામના વૃદ્ધને હડફેટે લેતા તેને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજતા તેના પુત્ર ચીરતનભાઈ આચાર્ય એ ટ્રક ચાલક વિરુધ મેટોડા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે જેની વધુ તપાસ હેન્ડ કોન્ટેબલ જીતેન્દ્રભાઈ ગટોરા ચલાવી રહ્યા છે.