રાજયના 29 જિલ્લમાં આગામી 4 દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી : પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, જેવા જિલ્લા ઓરેન્જ એલર્ટ પર

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. જને લઇને રાજ્યના 90 ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હેવલીમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, અને ગીરસોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • રેડ એલર્ટ જાહેર : દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હેવલીમાં અતિ ભારે વરસાદ સાથે
  • ઓરેન્જ એલર્ટ જાહેર : મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, અને ગીરસોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે
  • યલો એલર્ટ જાહેર : મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદ સાથે

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તેમજ મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે 26 અને 27 જુલાઈના 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પનવ ફૂંકાવાની શક્યતા છે.

આ પણ વાંચો : ગોધરા પોલન બજાર કાલાભાઇ પેટ્રોલ પંંપ ઉપર જીલ્લા પુરવઠાની ટીમ ચેકીંગ કરતા ડીઝલનો ઓછુંં આપતાં ડીઝલનો જથ્થો સીઝ કરાયો

જ્યારે 28 અને 29 જુલાઈના 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કિનારા વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ દરિયા કાંઠા વિસ્તારમાં 45થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

One thought on “રાજયના 29 જિલ્લમાં આગામી 4 દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી : પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, જેવા જિલ્લા ઓરેન્જ એલર્ટ પર

Comments are closed.