આથિયા શેટ્ટીની પ્રેગ્નેન્સીની વાત ખોટી છે નજીકના મિત્રનો ખુલાસો

મુંબઇ, સુનીલ શેટ્ટી ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’માં જજ બન્યો છે. તેને શોમાં કંઈક એવું કહ્યું કે ત્યારપછી એવી અટકળો શરૂ થઈ ગઈ કે તેની દીકરી આથિયા શેટ્ટી જલ્દી જ માતા બનવા જઈ રહી છે. સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે જ્યારે તેઓ આવતા વર્ષે જજ તરીકે આવશે ત્યારે નાનાની જેમ સ્ટેજ પર આવશે. તેમના નિવેદન બાદ માનવામાં આવી રહ્યું હતું કે આથિયા અને કેએલ રાહુલ માતા-પિતા બનવાના છે. પરંતુ હાલના રિપોર્ટ મુજબ આ રિપોર્ટમાં કોઈ સત્ય નથી.

આથિયા અને કેએલ રાહુલના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. આવામાં સુનીલ શેટ્ટીના જવાબ પછી, ચર્ચાઓ શરૂ થઈ કે તેમના ઘરમાં કિલકારી ગુંજશે. અત્યાર સુધી કપલે આ વિશે મૌન જાળવી રાખ્યું છે અને કોઈ પુષ્ટિ મળી નથી. મીડિયા રિપોર્ટ મુજબ આ માત્ર અફવાઓ છે અને સાચી નથી.

એક નજીકના સૂત્રએ કહ્યું કે ‘આ ચર્ચામાં કોઈ સત્ય નથી. નાના બનવા વિશે સુનીલની કોમેન્ટનો અર્થ મજાક સમાન હતો. તેમના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. સૂત્રએ વધુમાં કહ્યું, ‘તે માત્ર મજાકમાં વાતચીત હતી. સુનિલે આ વાત મજાકમાં કહી હતી. હવે તે પણ હેરાન છે કે બધાએ તેની કોમેન્ટ કેવી રીતે લીધી. તે આ ચર્ચા બિલકુલ ઈચ્છતો ન હતા. આ અજાણતા થયું. ઘણા લોકોએ આખી ક્લિપ જોઈ નથી અને માત્ર સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયાઓના આધારે જ તેઓને ખાતરી થઈ છે. આ વાતથી તે હેરાન છે.

સૂત્રએ ખુલાસો કર્યો છે કે ‘તે બંને સુખી લગ્ન જીવનનો આનંદ માણી રહ્યાં છે. તેઓ તેમના પરિવારને આગળ લઈ જવા માંગે છે પરંતુ હાલમાં તેઓ માત્ર જીવનનો આનંદ માણી રહ્યા છે. હાલમાં પ્રેગ્નેન્સીની અટકળોમાં કોઈ સત્ય નથી. જ્યારે પણ આવું થશે ત્યારે તેઓ તેની જાહેરાત કરશે અને પોતાની ખુશી દરેક સાથે શેર કરશે. પરિવાર આગળ આવશે અને શેર કરશે કારણ કે તે શેટ્ટી પરિવારનો સ્વભાવ છે. અત્યારે તેઓ ઈચ્છે છે કે આ મજાકને માત્ર મજાક તરીકે જ લેવામાં આવે.