તેલઅવીવ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, ઇઝરાયેલી સેનાએ સ્વીકાર્યું કે તેઓ હવે ગાઝામાં હમાસની ટનલનો ઉપયોગ કરી રહ્યા છે. ઈઝરાયેલની સેના ટનલમાંથી મોટા પ્રમાણમાં પાણી ઠાલવી રહી છે.રિપોર્ટ્સ અનુસાર,આઇડીએફ શરૂઆતમાં યુદ્ધની આ પદ્ધતિ વિશે કશું કહી રહ્યું ન હતું.
એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેઓએ કહ્યું હતું કે ગાઝામાં આતંકવાદીઓ સામે હુમલાનું આયોજન સુરંગોમાં પૂર દ્વારા કરવામાં આવ્યું હતું.આઇડીએફએ કહ્યું કે સુરંગોમાં છુપાયેલા આતંકવાદીઓનો સામનો કરવા માટે ઈઝરાયેલના સંરક્ષણ વિભાગની મદદથી આ ટેક્નોલોજી વિક્સાવવામાં આવી છે. સુરંગોમાં છુપાયેલા હમાસના આતંકવાદીઓ સાથે વ્યવહાર કરવો એ મહત્ત્વનો પડકાર છે. ટનલોમાં પંપ અને પાઈપો દ્વારા પાણી આપવામાં આવે છે.આઇડીએફએ સ્પષ્ટતા કરી કે આ કાર્યવાહી ફક્ત પસંદ કરેલ અને યોગ્ય ટનલોમાં જ કરવામાં આવે છે.
જાણકારોના મતે લડ ઓપરેશનના કારણે સુરંગમાં છુપાયેલા આતંકીઓને બહાર આવવાની ફરજ પડી શકે છે. આનાથી ગુપ્તચર વિભાગને આતંકીઓની ઓળખ કરવામાં મદદ મળશે. સાથે જ સૈનિકો માટે આતંકવાદીઓને ખતમ કરવામાં સરળતા રહેશે. યુદ્ધ દરમિયાન ટનલનો ઉપયોગ કોઈ નવી વાત નથી. આ ટનલનો ઉપયોગ ફ્રાન્સ, અફઘાનિસ્તાન, વિયેતનામ સહિત ઘણા દેશો દ્વારા કરવામાં આવ્યો છે.
દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સે યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઇન રેફ્યુજીસને આપવામાં આવતા અંદાજે યુએસ ડોલર ૩૦૦,૦૦૦ને અસ્થાયી રૂપે સ્થિર કરવાનો નિર્ણય લીધો છે. હકીક્તમાં, સંયુક્ત રાષ્ટ્ર ૭ ઓક્ટોબરે હમાસના હુમલામાં એજન્સીના કર્મચારીઓની સંડોવણીના આરોપોની તપાસ કરી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેટ મિલરે ફંડિંગ ફ્રીઝની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે આ રકમ આગામી થોડા અઠવાડિયામાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે તેને અટકાવી દેવામાં આવ્યું છે.
ગયા સપ્તાહની શરૂઆતમાં, અહેવાલો બહાર આવ્યા હતા કે યુએનઆરડબ્લ્યુએ સ્ટાફ સંભવિત રીતે હમાસના હુમલાઓ સાથે સંકળાયેલા છે. જે બાદ અમેરિકાએ ફંડિંગને અસ્થાયી રૂપે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મિલરે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સે ચાલુ નાણાકીય વર્ષમાં યુએનઆરડબ્લ્યુએને આશરે ૧૨૧ મિલિયનનું યોગદાન આપ્યું છે. તેઓએ આરોપોની સંપૂર્ણ તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ગાઝાની વસ્તીને શિક્ષણ, આરોગ્ય સંભાળ અને ખાદ્ય રાહત સહિત માનવતાવાદી સહાય પૂરી પાડવામાં યુએનઆરડબ્લ્યુએની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારી.