જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં તાજેતરના આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને આતંકવાદીઓને અને તેમના ’ઇકોસિસ્ટમ’ને ટેકો આપનારાઓને બક્ષ ન આપવાનો નિર્દેશ આપ્યો.
આ કેન્દ્રશાસિત પ્રદેશની સુરક્ષા સ્થિતિને લઈને યોજાયેલી આ બેઠકમાં ઉપરાજ્યપાલે કાશ્મીર વિભાગની વિવિધ વિકાસ યોજનાઓની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી.
મુખ્ય સચિવ અટલ દુલ્લુ, મુખ્ય સચિવ (ગૃહ વિભાગ) ચંદ્રકર ભારતી, અધિક પોલીસ મહાનિર્દેશક(એડીજીપી-કાયદો અને વ્યવસ્થા) વિજય કુમાર, અધિક પોલીસ મહાનિર્દેશક (એડીજીપી સીઆઇડી) નીતીશ કુમાર અને પોલીસ અને નાગરિક વહીવટના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લીધો હતો.સિન્હાએ અધિકારીઓને આતંકવાદી ’ઇકોસિસ્ટમ’નો સફાયો કરવા માટે સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો.તેમણે કહ્યું કે જે લોકો આતંકવાદીઓને મદદ કરે છે અને પ્રોત્સાહિત કરે છે અને આતંકવાદીઓની ’ઇકોસિસ્ટમ’ છે તેમને બક્ષવામાં નહીં આવે.
તાજેતરના દિવસોમાં, રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં ચાર સ્થળોએ આતંકવાદી હુમલા થયા છે જેમાં નવ તીર્થયાત્રીઓ અને એક સીઆરપીએફ જવાન મૃત્યુ પામ્યા હતા અને સાત સુરક્ષા કર્મચારીઓ અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.