આતંકવાદ સ્વીકાર્ય નથી, પરંતુ પેલેસ્ટાઈનનો મુદ્દો પણ ઉકેલવો જોઈએ, એસ.જયશંકર

નવીદિલ્હી, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈઝરાયલ-હમાસ યુદ્ધને લઈને રોમમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે “આતંકવાદ સ્વીકાર્ય નથી, પરંતુ પેલેસ્ટાઈનનો મુદ્દો પણ ઉકેલવો જોઈએ.” તેમણે રોમ સેનેટના ફોરેન અફેર્સ એન્ડ ડિફેન્સ કમિશનના સંયુક્ત સચિવ સત્રમાં આ વાત કહી હતી.

જયશંકરે કહ્યું હતું કે ૭ ઓક્ટોબરે સૌથી મોટો હુમલો થયો હતો. આતંકવાદ પર હુમલો થયો અને તે પછી જે કંઈ થઈ રહ્યું છે તે તેની પ્રતિક્રિયા છે. તે આખા દેશને એક અલગ દિશામાં લઈ ગયો છે. પરંતુ ચોક્કસપણે દરેકને આશા હોવી જોઈએ કે આ વિવાદનો અંત આવશે અને પ્રદેશમાં થોડો સહયોગ થશે. શાંતિ અને સ્થિરતા પછીથી આવશે.

તેમણે કહ્યું કે વિવિધ વિવાદોને લઈને સંતુલન જાળવવાની જરૂર છે. ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ પર નવી દિલ્હીની સ્થિતિને પુનરોચ્ચાર કરતા તેમણે આ વાત કહી. પરંતુ અહીં આતંકવાદ સાથે જોડાયેલી બાબત છે. આતંકવાદ અમને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આપણે આની સામે ઊભા રહેવું પડશે. પરંતુ અહીં પેલેસ્ટાઈનનો મુદ્દો પણ છે. તેથી પેલેસ્ટાઈનનો મુદ્દો જે ત્યાંના લોકો સામનો કરી રહ્યા છે તેનો પણ ઉકેલ લાવવો જોઈએ. તેમણે મય પૂર્વમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદને સમાપ્ત કરવા માટે વાતચીત અને વાટાઘાટોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.