આતંકવાદનો ગઢ બની ગયેલું પાકિસ્તાન હવે પોતે જ આતંકવાદની ફરિયાદ કરી રહ્યું છે

કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક ચાલી રહી છે. ગુરુવારે આ બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વિદેશ મંત્રી એસ જયશંકરની સામે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. ભારતનું નામ લીધા વિના તેમણે કહ્યું કે ’રાજ્ય આતંકવાદ’ની ટીકા થવી જોઈએ. એટલું જ નહીં, તેણે સંગઠનના સભ્ય દેશોને અફઘાન તાલિબાન સરકાર સાથે ’અર્થપૂર્ણ વાતચીત’ માટે પણ આહ્વાન કર્યું હતું.

સંસદના સત્રને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં હાજરી આપી નથી. વિદેશ મંત્રી જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જો કે વડાપ્રધાન મોદીએ આ સભાને ડિજિટલી સંબોધી છે. ચીન, ભારત, તુર્કી, ઈરાન, અઝરબૈજાન, કિગસ્તાન, પાકિસ્તાન સહિતના ઘણા દેશોના નેતાઓ અને રાજદ્વારીઓ આથક અને સુરક્ષા સહયોગ પર ચર્ચા કરવા માટે અસ્તાનામાં એકઠા થયા છે.

પાકિસ્તાનના એક અગ્રણી અખબારના સમાચાર અનુસાર, શહેબાઝ શરીફે પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે આથક વિકાસ માટે પ્રથમ શરત ક્ષેત્રમાં શાંતિ જાળવવી છે. અફઘાનિસ્તાનમાં સ્થાયી શાંતિ હાંસલ કરવી એ આ સહિયારા ઉદ્દેશ્યનો પાયાનો પથ્થર છે, એમ તેમણે જણાવ્યું હતું. શરીફે આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાન તાલિબાન સરકારને તેની આથક અને વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા વાટાઘાટોમાં સામેલ કરવા હાકલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે અફઘાન તાલિબાને તેની ધરતીનો ઉપયોગ અન્ય કોઈ દેશ વિરુદ્ધ આતંકવાદ માટે ન થાય તેની ખાતરી કરવા માટે નક્કર પગલાં લેવા જોઈએ.

રિપોર્ટ અનુસાર શરીફે વધુમાં કહ્યું કે તમામ પ્રકારના આતંકવાદની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરવી જોઈએ. આમાં ’રાજ્ય આતંકવાદ’ પણ સામેલ છે. તેમણે કહ્યું કે રાજકીય લાભ મેળવવા માટે નિર્દોષ લોકોને મારવા અથવા આતંકવાદનો આશરો ઉભો કરવાનો કોઈ ઔચિત્ય નથી.