
સાફસફાઈ વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી ના ભાગરૂપે આજે મહીસાગર જિલ્લા ખાનપુર રેન્જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડી.ડી. ગોહિલ દિલીપભાઈ ડામોર કાળુભાઇ ડામોર તથા અન્ય ફોરેસ્ટ સ્ટાફ ગામના અગ્રણી એલ.એસ.ડામોર, રામજીભાઈ ડામોર, લક્ષ્મણભાઈ ડામોરઅને આશરો ચેરીટી ટ્રસ્ટના દ્વારા આજે વાવકુવાના આલધરી ધોધ મુકામે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. પ્લાસ્ટિકના બોટલ તથા અન્ય કાગળ નાસ્તાના રેપર થી પકૃતીને નુકશાનના થાય એ માટે આજ અહી અભિયાન હાથ ધરવામાં આવ્યું.
આશરો ચેરીટેબલ ટ્રસ્ટ પાંડરવાડા પરિવાર વિખૂટા માનવી માટે કાર્યરત દિવસ માટે સતત કટોકટીની દરેક પળ માં હમેશા અડીખમ ટ્રસ્ટ 33 એવોર્ડ્સ વિજેતા દ્વારા કાઈક અલગ અલગ કાર્ય હાથ ધરાય છે.
હમણા જ પગપાળા વિસામાના કાર્યને વિરામ આપીને વન્ય જીવ પકૃતિના રક્ષણ માટે વન્ય પ્રાણી અને સરીસૃપ પ્રાણી વિશે માહીત આ સપ્તાહ દરમ્યાન ખાનપુર રેન્જ ઘ્વારા વિવિઘ પ્રોગ્રામોનું આયોજન કરી નાગરીકોમાં વન્યપ્રાણીઓ અંગેની સમજ કેળવવાની તથા તેમના વિશેની ગેરમાન્યતાઓ દુર કરી વન્યપ્રાણીએાને માનવ ઘ્વારા કોઇ નુકશાન અથવા તો તેઓના રહેણાંકને નુકશાન ન પોહચાડવા બાબતે સંદેશો આપવામાં આવે છે. વન્યપ્રાણીઓ પ્રત્યે સામાન્ય માણસોમાં પ્રેમ જાગૃત થાય તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. સામાન્ય માણસોમાં વન્યપ્રાણીએા વીશે જે ગેરસમજ હોય તે દુર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
સાચેમાં આશરો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવજીવનને લગતા કાર્ય થી આપડી આજુબાજુના રહેલા કચરાની સાફ સફાઈ કરવી જોઈએ. જો ના કરીએ તો વન્ય જીવ ની પકૃત્તી ને નુકશાનકારક છે.
આજ બાબતની સમજ જો વ્યક્તિમાં કેળવાય તો ક્યારેય પોતાના ઘર કે સોસાયટીમાં કચરોના ફેંકાયએ વાત મનમાં ઉતરે. આમ આશરો ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી હાર્દિક પંચાલ અને ખાનપુર રેન્જ ફોરેસ્ટ ડિપાર્મેન્ટ ડી.ડી. ગોહિલ અને દિલીપ ડામોર કાળુભાઇ ડામોર તથા અન્ય સ્ટાફ દ્વારા ગામના આગેવાનો પણ આ કાર્યમાં જોડાયા હતા.
આમ પ્રકૃતિ ના જતન માટે માનવજીવનમાં આ બધા કાર્ય થી લોકો પેરાય તેવા કાર્ય આશરો ચેરીટેબલ ટ્રસ્ટ કરી રહ્યુ છે.