
ખાનપુર,મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાબલિયા ચોકડી પર છેલ્લાં 10 દિવસ થી અંબાજી જતા પગપાળા યાત્રીની સેવામાં આશરો ચેરીટેબલ ટ્રસ્ટ પાંડરવાડાના પ્રમુખ કૃણાલ ગાંધી અને મંત્રી હાર્દિક પંચાલ તથા ટીમ ઓર્ગેનાઈઝર ભૂપેન્દ્ર પટેલ દ્વારા બહુ જોરદાર પદયાત્રીની કોઈ પણ અગવડના પડે એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગણેશ ચતુર્થીના દિવસે કરેલા ભવ્ય ઉદઘાટન સમારોહમાં સંત શ્રી શિવરામ દાસજી બાપુએ રિંબીન કાપી વિસામાનું ઓપનિંગ કર્યું હતું. 33 એવોર્ડ્સ વિજેતા આશરો ચેરીટેબલ ટ્રસ્ટમાં વિસામામાં મહીસાગર પંચમહાલ અને દાહોદના ભકતો લાભ લેતા હતા.
રોજ સવારે ચા-નાસ્તો અને બપોરે ગરમ ભજીયા અને સાંજે ગરમ પુલાવ મળી રહે તેવું સરસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. રોજ 30 જેટલા યાત્રી આનો લ્હાવો લેતા હતા. એટલું જ નહિ બાઇક અને ફોર વ્હીલર ગાડી લઈને દર્શન જતા યાત્રી પણ પ્રસાદ લેવા ઊભા રહેતા હતા.
આશરો ચે ટ્રસ્ટની 24 કલાક સેવામાં ચા-પાણી- નાસ્તા સિવાય મેડિકલ ટીમ, મોબાઈલ ચાર્જર, ટેકનિકલ ટીમ, ઇલેક્ટ્રીશ્યન એને ગમે ત્યારે પદયાત્રીને ગાડી બગડે તો મિકેનિકલ પણ હાજર રહેતા.
દાહોદના પદયાત્રીને તુફાન ગાડીની બેરિંગ તૂટી જતાં 2 કલાકની મહેનત બાદ તેને મદદ કરી ગાડી ચાલુ કરી મોકલી આપ્યા હતા. એટલું જ નહિ એક પદયાત્રીના પરિવારને ગાડીના બંને ટાયર ફાટી ગયા હતા, તો રાત્રિના 12 વાગ્યે આશરો ચે ટ્રસ્ટના મંત્રી હાર્દિક પંચાલ અને સભ્ય પરેશ પંચાલ લુણાવાડા જઈને દુકાન ખોલવી ટાયર લાવી પંચરવાળાને જગાડી બન્ને ટાયર નવા નાખીને મોકલ્યા હતા.
આવા નેક કાર્યમાં સહભાગી પાંડરવાડા ગામ સહિત બાકોર, ગાંધિયાના મુવાડા, લાડણના મુવાડા બાબલિયાના યુવા કાર્યકરો એ ખુબ જહેમત થી આ પ્રસંગને ઉત્સાહમાં આદર્યો હતો.
સતત 24 કલાક હાઈવે વે પર કોઈ ઘટના ના બને પદયાત્રીને કોઈ મુશ્કેલીના પડે એ માટે મહીસાગર જિલ્લા પોલીસ બાકોર પો.સ્ટે.ના પીએસઆઈ સિસોદિયા તથા તમામ સ્ટાફ, જિલ્લા ટ્રાફિક પોલીસ પણ ખૂબ જ મદદરૂપ બની હતી. આરટીઓ કચેરી દ્વારા રેડિયમ લાઈટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આમ, આશરો ચેરીટેબલ ટ્રસ્ટ પાંડરવાડાના આ સેવાકીય પ્રવુતિ ને આજ છેલ્લા દિવસે પૂર્ણ કર્યો હતો.