તા. 13/08/2024ના રોજ અત્રેના પ્રા.આ. કેન્દ્ર ટાન્ડા ખાતે સર્વાંગી વિકાસ કેળવણી મંડળ લિંક વર્કર સ્કીમ દાહોદના સહયોગ થી આશાપૂરી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ઈન્ટેસીફાઇડ આઇઈસી કેમ્પાઈંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત એચઆઇ વીએઈડ્સ/ટીબી/એચબીએસએજી/એસટીઆઇ અંગે શાળા માં હાજર તમામ વિદ્યાર્થીઓને વિનોદભાઈ દ્વારા વિગતવાર સમજ આપવામાં આવી તથા થવાના કારણો/બચવાના ઉપાયો અંગે સમજ આપવામાં આવી.
તદ્દઉપરાંત જીલ્લા મેલેરિયા અધિકારી અતિત ડામોર તથા તાલુકા હેલ્થ અધિકારી બામણીયાના માર્ગદર્શન હેઠળ મેલેરિયા/ડેન્ગ્યુ/ચિકનગુનિયા/ચંદીપુરમ અંગે આઇઇસી જેમ કે મચ્છરજન્ય રોગ થવાના કારણો, બચવાના ઉપાય તથા સારવાર અંગે સમજ પ્રા.આ. કેન્દ્ર સુપરવાઈઝર મુકેશભાઈ દ્વારા આપવામાં આવી.
પ્રોગ્રામ દરમિયાન ડીઆરડી લવિન્દ્રભાઈ, ઝોનલ સુપરવાઈઝર હેતલબેન, લિંક વર્કર બબેરિયા ગોવિંદભાઈ તથા બબેરિયા અંજુબેંન હાજર રહ્યા હતા. આશાપુરી માધ્યમિક શાળાના આચાર્ય નવીનભાઈ પરમાર તેમજ શાળાના તમામ સ્ટાફ દ્વારા સહયોગ આપી પ્રોગ્રામને સફળ બનાવવા સહભાગી થયા હતા.