નવીદિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની કાનુની મુશ્કેલીઓનો અંત નથી. આજે સુલતાનપુર કેસમાં તેમને જામીન મળ્યા પરંતુ આસામમાં ભારત જોડો યાત્રા સમયે તેમની સામે નોંધાયેલા કેસમાં હવે તા.૨૩ ફેબ્રુ.ના તેઓએ આસામ પોલીસની સીઆઈડી કચેરીમાં હાજર થવાનું સમન્સ પાઠવાયુ છે.
હાલમાં જ રાહુલની યાત્રા આસામમાંથી પસાર થઈ હતી તે સમયે ગુવાહાટીમાં યાત્રા દરમ્યાન જાહેર સંપતિને નુકશાન સહિતના કેસ રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી.વેણુગોપાલ, જીતેન્દ્રસિંહ અલવર, આસામ કોંગ્રેસના વડા ભુપેન બોરા, સાંસદ ગૌરવ ગોગોઈ અને અન્ય સામે કેસ નોંધાયા છે અને તેમાં હવે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને કોંગ્રેસના નેતાઓને આ પ્રકારે એકથી વધુ પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે.