ગોવાહાટી,
આસામના નેતા બદરુદ્દીન અજમલના હિન્દુઓએ વસ્તી વધારવા માટે મુસ્લિમ સમુદાયની ફોર્મ્યુલા અપનાવવાના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. તેની બાદ તેમણે પોતાના નિવેદન અંગે માફી માંગી છે. તેમણે કહ્યુ હતું કે મારી ભાવના કોઈ જાતિ , સમુદાયને દુ:ખ પહોંચાડવાની નથી છતા પણ આ નિવેદનથી કોઈને વાંધો હોય તો મારુ નિવેદન પરત ખેંચું છું. બદરુદ્દીન અજમલે વિવાદિત નિવેદન અંગે માફી માંગતા જણાવ્યું હતું કે આપણે વસ્તી નિયંત્રણ અંગે વિચાર કરવો જોઇએ.
ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ અને આસામના સાંસદ બદરુદ્દીન અજમલે શુક્રવારે કહ્યુ કે હિન્દુઓેએ તેમના બાળકોના લગ્ન નાની ઉમરે કરવા જોઈએ સાથે એ પણ કહ્યુ કે હિન્દુઓ લગ્ન પહેલા મોજ-મસ્તી માટે એક બે પત્નિ રાખે છે અને ૪૦ વર્ષ પછી માતા-પિતાના દબાણમાં આવીને લગ્ન કરે છે. માટે કોઈ કેવી રીતે આશા રાખે કે ૪૦ વર્ષ પછી બાળકને જન્મ આપશે. હિન્દુઓેએ તેમની દિકરીઓના લગ્ન ૧૮-૨૨ વર્ષની વયે કરાવી દેવા જોઈએ પછી હિન્દુઓની વસ્તીમાં વધારો થશે.
બદરુદ્દીન અજમલના આ નિવેદનની ટીકા કરતા ભાજપ નેતાએ જણાવ્યું કે આવા વિવાદિત નિવેદન આપતા પહેલા વિચારવુ જોઈએ. એક મિડીયા રિપોર્ટ મુજબ ભાજપ એમએલએ ડી કલિતાએ કહ્યુ કે આવા નિવેદન આપવા હોય તો તેમને દેશ છોડી દેવો જોઈએ અને બાંગ્લાદેશમા જવુ જોઈએ.હવે હિન્દુ આવા નિવેદન સહન નહી કરે. આવા નિવેદનથી હિન્દુ ધર્મના લોકોમા રોષે ભરાયા છે. જેથી અજમલે માફી માંગી હતી. જ્યારે ભાજપ પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યુ કે અજમલે આવા નિવેદનથી ચર્ચામા રહેવા માટે આપેલા છે. યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યુ આવા વિવાદીત નિવેદનને સ્વીકારવામા નહી આવે.