
- અગાઉ સગીરોના લગ્ન પણ કાઝી ગુવાહાટી દ્વારા નોંધવામાં આવતા હતા.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની સરકાર મુસ્લિમોના લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત સરકારી નોંધણી માટે વિધાનસભાના આગામી સત્રમાં એક બિલ રજૂ કરશે. સીએમ હિમંતા સરમાએ કેબિનેટની બેઠક બાદ મીડિયાને જણાવ્યું કે, ગુરુવાર એટલે કે આજથી શરૂ થઈ રહેલા આગામી સત્ર દરમિયાન સરકાર આસામ મુસ્લિમ લગ્ન ફરજિયાત નોંધણી અને છૂટાછેડા બિલ, ૨૦૨૪ રજૂ કરશે.
બીજી તરફ વિપક્ષ આ બિલનો વિરોધ કરવા તૈયાર છે.એઆઇયુડીએફના નેતા રફીકુલ ઈસ્લામે કહ્યું, હાલનો મુસ્લિમ મેરેજ એક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત છે, મુખ્યમંત્રી માત્ર હિન્દુ-મુસ્લિમ રાજકારણ કરવા માંગે છે. મુસ્લિમોને નિશાન બનાવવાને બદલે, તેમણે મુસ્લિમોના કલ્યાણ પર કામ કરવું જોઈએ. વિધાનસભામાં વટહુકમ અથવા બિલ લાવો. જો તેમ થશે તો અમે વિરોધ કરીશું.
સીએમ હિમંતા સરમાએ જણાવ્યું હતું કે, અગાઉ કાઝીઓ દ્વારા મુસ્લિમ લગ્નની નોંધણી કરવામાં આવતી હતી. પરંતુ, આ નવું બિલ એ સુનિશ્ર્ચિત કરશે કે સમુદાયમાં થતા તમામ લગ્નો સરકારમાં નોંધવામાં આવશે. મુખ્યમંત્રી સરમાએ એવો પણ દાવો કર્યો હતો કે અગાઉ સગીરોના લગ્ન પણ કાઝી દ્વારા રજીસ્ટર કરવામાં આવતા હતા, પરંતુ પ્રસ્તાવિત બિલ આવા કોઈપણ પગલા પર પ્રતિબંધ મૂકશે. કેબિનેટના નિર્ણયોને ટાંકીને તેમણે કહ્યું કે, હવે સગીરોના લગ્નની નોંધણી બિલકુલ થશે નહીં. અમે બાળલગ્નની દુષ્ટ પ્રથાને ખતમ કરવા માંગીએ છીએ. તેથી, લગ્નની નોંધણી સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં કરવામાં આવશે.
હિમંત સરમાએ કહ્યું કે લગ્ન સમારોહ દરમિયાન મુસ્લિમો દ્વારા અનુસરવામાં આવતી વિધિઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં, પરંતુ કાઝી દ્વારા નોંધણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેબિનેટે ગયા મહિને આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ અને ૧૯૩૫ના નિયમોને રદ કરવાના બિલને મંજૂરી આપી હતી, જે ખાસ સંજોગોમાં સગીર વયના લગ્નને મંજૂરી આપતો હતો.
કેબિનેટના અન્ય નિર્ણયો અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં પ્લોટ સુરક્ષિત છે, પરંતુ સીમાંક્તિ વિસ્તારોની બહાર નથી. તેથી, હવે અમે આદિવાસી વિસ્તારોની બહાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ગામડાઓ સાથે સૂક્ષ્મ આદિવાસી વિસ્તારો બનાવવાનો નિર્ણય કર્યો છે. વિસ્તારોની ઓળખ કરવા માટે એક મંત્રી સમિતિની રચના કરવામાં આવી છે, તેમણે કહ્યું.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે સરકારે ઓછામાં ઓછા ૨૫૦ વર્ષ જૂના આઇકોનિક સ્ટ્રક્ચર્સ અને તેની આસપાસના વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે વર્તમાન આસામ લેન્ડ રેવન્યુ એન્ડ રેગ્યુલેશન એક્ટ, ૧૮૮૬માં એક નવો વિભાગ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું, અમે ધામક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સંરચનાઓની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારને જાળવવાનો પ્રસ્તાવ આપી રહ્યા છીએ. નવી જોગવાઈ અનુસાર, ફક્ત ત્રણ પેઢીઓથી આ વિસ્તારમાં રહેતા લોકો જ જમીન વેચી અને ખરીદી શકશે.
ગરીબી નાબૂદી યોજના ’ઓરુનોડોઈ’ વિશે, સીએમ હિમંતાએ કહ્યું કે ૧૨૬ વિધાનસભા મતવિસ્તારોમાંથી ૧૦,૦૦૦ નવા લાભાર્થીઓને વર્તમાન ૨૭ લાખ લાભાર્થીઓના જૂથમાં ઉમેરવામાં આવશે. આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં દર મહિને ૧,૨૫૦ રૂપિયા જમા થાય છે. તેમણે કહ્યું, અમે લોક્સભા ચૂંટણી દરમિયાન સર્વે ફોર્મનું વિતરણ કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે ૧૦-૧૨ લાખ લોકો હજુ પણ યોજનાના દાયરાની બહાર છે. તેથી, અમે હવે આ યોજનાને વિસ્તારવાનું નક્કી કર્યું છે. કુલ ૧૨.૬ લાખ નવા લાભાર્થીઓ હશે. સાથે જોડાયેલ છે, જેના કારણે રાજ્યના ૪૨.૫ લાખથી વધુ પરિવારોને તેનો લાભ મળશે.