આસામમાં ભાજપ સાંસદના ઘરેથી ૧૦ વર્ષના બાળકનો મળ્યો મૃતદેહ, પોલીસે તપાસ હાથ ધરી

ગઈ કાલે સાંજે સિલચલમાં આસામના બીજેપી સાંસદ રાજદીપ રોયના ઘરેથી એક સગીર બાળકનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. આ બાળક 10 વર્ષનો હતો અને તે તેની માતા અને બહેન સાથે એમપીના આવાસમાં જ રહેતો હતો. પોલીસે આ જાણકારી આપી છે.

પોલીસે બાળકના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે સિલચલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે છોકરાનું નામ પણ રાજદીપ રોય છે અને તે 5મા ધોરણમાં ભણતો હતો.

છોકરાના પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, તેઓ કચર જિલ્લાના પાલોંગ ઘાટ વિસ્તારના રહેવાસી છે. છોકરાની માતા બીજેપી સાંસદ રોયના ઘરે હેલ્પરનુંકામ કરે છે. આ મહિલા થોડાં વર્ષ પહેલાં જ તેના બે બાળકો સાથે સારા અભ્યાસ માટે સિલચર આવી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ બીજેપી સાંસદ રાજદીપ રોય તેમના ઘરે પહોંચ્યો હતો અને મીડિયાને જણાવ્યું કે, જે રૂમમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો તે અંદરથી બંધ હતો. જ્યારે પોલીસે દરવાજો તોડ્યો તો છોકરો બેભાન અવસ્થામાં હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ મામલે પોલીસે જણાવ્યું કે, પ્રથમ દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોય તેવું લાગી રહ્યું છે. પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે કે, તે વીડિયો ગેમ રમવા માટે ફોન માંગી રહ્યો હતો પરંતુ માતાએ ફોન આપતા તે માતાથી નારાજ હતો. 

બીજેપી સાંસદે જણાવ્યું કે, છોકરાની માતા તેની પુત્રી સાથે રાશનનનો સામાન લેવા ગઈ હતી અને તે પહેલા છોકરાએ તેના માતા પર મોબાઈલ ફોન માંગ્યો હતો જે માતાએ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. લગભગ 40 મિનિટ બાદ જ્યારે માતા પરત આવી ત્યારે તેમણે જોયું કે, દરવાજો અંદરથી બંધ હતો.