ગોવાહાટી, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ અસમમાં છે. મંગળવારે ગુવાહાટીમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. એવું કહેવાય છે કે રાહુલ ગાધી શહેરમાં યાત્રાની મંજૂરી માંગી રહ્યા હતા પરંતુ મંજૂરી ન મળતા કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ખુબ ધર્ષણ થયું.
પોલીસ પ્રશાસનનું કહેવું છે કે શહેરમાં યાત્રાને મંજૂરી નથી જ્યારે રાહુલ ગાંધીની યાત્રા શહેરની અંદરની બાજુ આગળ વધી રહી હતી. આ કારણે પછી પોલીસે બેરિકેડ્સ લગાવી દીધા હતા અને આ દરમિયાન કોંગ્રેસ નેતાની બસ સાથે ચાલી રહેલા લોકોની પોલસકર્મીઓ સાથે ઝડપ થઈ. કોંગ્રેસ કાર્યકરો બેરિકેડ તોડવાની કોશિશ કરી રહ્યા હતા જ્યારે રાહુલ ગાંધી દૂરથી જોઈ રહ્યા હતા.
પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટના પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે બજરંગ દળ અને જેપી નડ્ડાજીની રેલીઓ આ માર્ગે થઈ હતી. પરંતુ તેઓ અમને રોકી રહ્યા છે. અમારા કોંગ્રેસના કાર્યકરો મજબૂત છે, અમે બેરિકેડ તોડ્યા છે, પરંતુ અમે કાયદો તોડીશું નહીં.
બીજી બાજુ આ મામલે અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ડીજીપી સાથે વાત કરીને રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે આ અસમિયા સંસ્કૃતિનો ભાગ નથી. અમે એક શાંતિપૂર્ણ રાજ્ય છીએ, આવી નક્સલી રણનીતિ અમારી સંસ્કૃતિથી સંપૂર્ણ અલગ છે. તેમણે વધુમાં કહ્યું કે મે ડીજીપી અસમ પોલીસને ભીડને ઉક્સાવવા બદલ તમારા નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ મામલો દાખલ કરવા અને તમારા દ્વારા તમારા હેન્ડલ પર પોસ્ટ કરાયેલા ફૂટેજને પુરાવા રીતે ઉપયોગમાં લેવાનો નિર્દેશ આપ્યો છે. તમારા અનિયંત્રિત વ્યવહાર અને સહમત દિશા નિર્દેશોના ભંગના પરિણામ સ્વરૂપે હવે ગુવાહાટીમાં મોટા પાયે ટ્રાફિક જામ થઈ ગયો છે. રાહુલ ગાંધી પર કેસ દાખલ કરવાના નિર્દેશો પર ડીજીપીએ સીએમને જવાબ આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે સર કાયદા મુજબ કાર્યવાહી થઈ રહી છે. બળપૂર્વક રૂટ બદલવા, હિંસા કરવા અને એએસએલના નિર્ણયનો ભંગ કકરવાના મામલાને પણ એજન્સીઓ સામે ઉઠાવવામાં આવ્યો છે.