મુંબઇ,મુંબઈના ચર્ચિત કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા એક એનસીબી ઓફિસર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એનસીબી એ આ ઓફિસરને બરખાસ્ત કરી દીધા છે. એસપી વિશ્ર્વ વિજય સિંગ તે ઓફિસરોમાં શામેલ હતો જેમણે વર્ષ ૨૦૨૧માં ક્રૂઝ પર છાપેમારી કર્યા બાદ એક્ટર શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનને અરેસ્ટ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર વિશ્ર્વ વિજય સિંહ એનસીબીના મુંબઈ ઓફિસમાં એસપી હતા અને આર્યન ખાન વાળા કેસમાં તપાસ અધિકારી પણ હતા. આર્યન ખાનને ક્લીન ચિટ મળ્યા બાદ, એનસીબી એ તેમને ડ્રગ્સની જપ્તી સાથે જોડેયેલા એક અન્ય મામલામાં ભ્રષ્ટાચારના આરોપના કારણે બળતરફ કર્યા હતા.
આ મામલો ૨૦૧૯નો હતો અને તેમના પર સ્થગીત કાર્યવાહી ૨૦૨૨માં થઈ. હાલમાં જ આ મામલામાં તપાસ રિપોર્ટ આવ્યો છે તેમાં સુચન આપવામાં આવ્યું હતું કે વિશ્ર્વ વિજય સિંહને સર્વિસથી હટાવી દેવો જોઈએ. તેના બાદ તેમને બરતરફ કરી દેવામાં આવ્યા. સેવામાંથી બરતરફની કાર્યવાહી એક અન્ય અધિકારી પર પણ કરવામાં આવી છે. તેમનું નામ વિશ્ર્વનાથ તિવારી છે. આ કેસ વર્ષ ૨૦૧૬નો છે. ત્યારે તિવારી એનસીબી માં ઈન્ટેલિજન્સ અધિકારી હતા. તેમના પર આરોપ હતો કે તેમણે પોતાના વરિષ્ઠ અધિકારીઓ અને વિભાગની પરવાનગી વગર સિંગાપુરની યાત્રા કરી હતી. વિશ્ર્વનાથ તિવારીને પણ તપાસ બાદ નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે.