ચૂંટણી પ્રચારના હાલના ચરણોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં કેટલાંક નિવેદનો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જે તત્પરતાથી વીડિયો પ્રતિક્રિયા આપી, તેમની સાથે આમને-સામને ખુલ્લી ચર્ચા માટે ઉત્સુક્તા હોવી સ્વાભાવિક છે. તેમણે વડાપ્રધાનને ટીવી પર સીધી ચર્ચાનો પડકાર પણ ફેંક્યો. આ ચૂંટણીમાં વિરોધી પાર્ટીઓના શીર્ષ નેતાઓ વચ્ચે ટીવી પર સીધી ચર્ચાની પરંપરા અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સહિત લગભગ દરેક મોટા લોક્તંત્રમાં છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી ઉપરાંત રાજ્યોના ગવર્નરો અને સેનેટરોની ચૂંટણીઓ પહેલાં પણ ટીવી પર બેથી ત્રણ ચર્ચા થાય છે, જેનું આયોજન તટસ્થ પંચ દ્વારા આમંત્રિત નાગરિકો સમક્ષ કરાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ બાડિન અને ટ્રમ્પ વચ્ચે કડવાશની પરાકાષ્ઠાને કારણે પાછલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વાત ‘શટ અપ’ અને તૂ-તારી પર પહોંચી ગયા છતાં આ બંને આ વખતે પણ ચૂંટણીમાં બે ટીવી ચર્ચા માટે તૈયાર થઈ ગયા છે. ભારતમાં અત્યાર સુધી શીર્ષ નેતાઓ વચ્ચે ટીવી પર સીધી ચર્ચાની પરંપરા જ નથી. તેના અભાવમાં નેતા પોતાની જનસભાઓ અને મીડિયામાં એકબીજાના નિવેદનો અને ઢંઢેરાના બિંદુઓને મનમાફક તોડી-મરોડીને રજૂ કરતા રહે છે. ઇન્ટરનેટ મીડિયા પર વાતોને મનમાફક રંગ આપવાથી એવી ભ્રમજાળ ગૂંથાય છે, જેમાં મતદાર માટે વિવેકપૂર્ણ નિર્ણય લઈ શકવો કઠિન થતું જાય છે. તેથી જો ચૂંટણી પંચની દેખરેખમાં શીર્ષ નેતાઓ વચ્ચે ટીવી પર સીધી ચર્ચાના આયોજનની શરૂઆત થઈ શકે તો જ્વલંત મુદ્દા પર પાર્ટીઓ અને નેતાઓના અભિપ્રાય, સમાધાનને સમજવામાં મતદારોની સહાયતા થઈ શકે છે.
ભારતમાં સીધી ટીવી ચર્ચા કરાવવામાં બે વ્યાવહારિક સમસ્યાઓ આવી શકે છે. પાર્ટીઓની મોટી સંખ્યા અને ચર્ચામાં અનુશાસન જાળવીરાવું. પાર્ટીઓની ભારે સંખ્યાનો હલ તો રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર જનસમર્થનની ન્યૂનતમ સીમાના આધાર પર થઈ શકે છે, જેથી ત્રણથી ચાર ઉમેદવાર જ ચર્ચાને યોગ્ય સાબિત થાય. તેમ છતાં અનુશાસન જાળવી રાખવું અઘરી વાત થઈ શકે છે, કારણ કે સદનોની અંદર નારેબાજી, પ્લેકાર્ડ દેખાડવા અને શોરબકોર બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. તેથી ટીવી ચર્ચામાં અનુશાસન જાળવી રાખવા માટે આ સુનિશ્ચિત કરવી જરૂરી હશે કે એક્ધર સંપૂર્ણ રીતે તટસ્થ હોય. સવાલ એ છે કે સીધી ટીવી ચર્ચાની સૌથી વધારે જરૂર સ્ત્રોતોને છે? નિશ્ર્ચિતપણે વિપક્ષને જ છે! રાહુલ ગાંધી સીધી ટીવી ચર્ચા દ્વારા રેખાંક્તિ કરવા માંગે છે કે તેઓ રાષ્ટ્રીય સ્તરના નેતા અને પીએમ પદના દાવેદાર છે. બીજી તરફ વડાપ્રધાન મોદી માટે સીધી ચર્ચામાં લાભ ઓછો અને જોખમ વધારે છે, પરંતુ ચૂંટણી મતદારોએ કરવાની છે અને જો તેની દૃષ્ટિએ જોઇએ તો સીધી ચર્ચા તેના કેટલાય ભ્રમ દૂર કરવા અને એવા સાર્થ મુદ્દાને ચર્ચામાં લાવવામાં સહાયક સાબિત થઈ શકે છે, જે આરોપો-પ્રત્યારોપોની આંધીમાં ખોવાઈ ગયા છે.
જળવાયુ સંપદાની રક્ષા, આર્થિક સંપદાના સર્જન માટે તેજ વિકાસ, રોજગાર સર્જન અને શિક્ષણમાં ઉદ્યોગ અને કારોબારની માંગને અનુરૂપ સુધાર એવા વિષયો છે જેના પર દેશ જ નહીં, આખી દુનિયાનું ભવિષ્ય નિર્ભર છે. સંયુક્ત રાષ્ટ્ર જળ સંસ્થાના હાલના રિપોર્ટ અનુસાર ગત બે દાયકાની ભીતર ઉત્તર ભારતનું ૯૫ ટકા ભૂજળ ઉલેચી લેવાયું છે. કેન્દ્રીય જળ આયોગના રિપોર્ટ અનુસાર દેશના મોટા જળાશયોમાં તેમની પૂરી ક્ષમતાનું એક ચતુર્થાંશ પાણી જ જમા થઈ રહ્યું છે. દક્ષિણ ભારતના જળાશયોની સ્થિતિ સૌથી ચિંતાજનક છે. નદીઓનું જળસ્તર ઘટી રહ્યું છે અને વધતા વિકાસ અને શહેરીકરણને કારણે પાણીની માંગ નિરંતર વધી રહી છે. કોઈશહેરના નળનું પાણી સાફ કર્યા વિના પીવાલાયક નથી રહ્યું. ભારત દુનિયાની વાયુ પ્રદૂષણ રાજધાની બની ચૂક્યું છે. વિશ્વના ૩૦માંથી ૨૧ સૌથી પ્રદૂષિત શહેરો ભારતમાં છે. જળવાયુની આ ઘાતક સ્થિતિને અટકાવતાં ઔદ્યોગીકરણ અને આથક વિકાસની ગતિ વધારવી દેશ સમક્ષ સૌથી મોટા પડકાર છે. તેના વિના લોકોને રોજગાર નહીં મળી શકે. તેમનું જીવન સ્તર સુધરી નહીં શકે અને શિક્ષણમાં મૂળભૂત સુધાર કર્યા વિના તેમાંથી કશું જ નહીં થઈ શકે, પરંતુ શું ચૂંટણી પ્રચારમાં તેમાંથી કોઈપણ પડકાર પર ગંભીર વિચાર થયો છે? મીડિયા અયયન સંસ્થા એટલે કે સીએમએસના રિપોર્ટ અનુસાર ચૂંટણીઓમાં આ વખતે ૧.૩૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાના છે. આ બધા ક્યાંથી આવે છે? કોણ આપી રહ્યું છે? તેની કોઈ ચર્ચા છે? એક પક્ષ ‘બંધારણ બદલી નાખશે’ કહીને ડરાવી રહ્યો છે તો બીજો ‘તમારી સંપત્તિ અલ્પસંખ્યકોમાં વહેંચી દેશે’ કહીને!