દિલ્હીમાં આજે ઈન્ડિયા એલાયન્સના સાંસદોએ સંસદના મકર ગેટ પર પ્રદર્શન કર્યું. વિરોધનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર પર આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર ૧૮% જીએસટી દૂર કરવા દબાણ લાવવાનો છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું, ‘સરકાર દ્વારા સ્વાસ્થ્ય વીમા અને દવાઓ પર લાદવામાં આવેલા જીએસટીથી સામાન્ય લોકો ખૂબ જ નારાજ છે. નીતિન ગડકરી (કેન્દ્રીય મંત્રી)એ આ માટે પત્ર પણ લખ્યો છે. સરકારની અંદર પણ આનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ માટે આજે સમગ્ર વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. સરકારે સામાન્ય માણસને રાહત આપવી પડશે.
વિરોધ પક્ષોનું કહેવું છે કે વીમા પ્રીમિયમ પર ૧૮% જીએસટીએ લોકો માટે આથક બોજ છે અને તેને દૂર કરવો જરૂરી છે. તેઓ દલીલ કરે છે કે આ કર માત્ર વીમા પૉલિસીને મોંઘો નથી બનાવતો પણ સમાજમાં આથક અસુરક્ષા પણ વધારે છે. તેઓ માંગ કરી રહ્યા છે કે જીએસટી દૂર કરવાથી વધુ લોકોને વીમા પૉલિસી ખરીદવા માટે પ્રોત્સાહિત થશે, જેનાથી સમાજમાં સુરક્ષાની ભાવના વધશે અને લોકોને આથક મદદ મળશે.
અગાઉ પણ બજેટ સત્ર દરમિયાન વિરોધ પક્ષોએ આ મુદ્દે સંકલન કર્યું હતું, પરંતુ કોઈ સંયુક્ત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું ન હતું. તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ સંદર્ભે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. પત્રમાં, તેમણે વિનંતી કરી છે કે આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પરનો ય્જી્ દૂર કરવામાં આવે, જેથી જનતાને રાહત મળી શકે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને જીવન વીમા અને મેડિકલ ઈન્સ્યોરન્સ પર ૧૮ જીએસટી હટાવવાની માંગ કરી છે. ગડકરીએ દલીલ કરી છે કે આ વીમા પૉલિસીઓ પરથી જીએસટી દૂર કરવાથી લોકોને વધુ વીમા પૉલિસી ખરીદવા પ્રોત્સાહિત થશે, જેનાથી સમાજમાં સુરક્ષાની ભાવના વધશે અને લોકોને આથક મદદ મળશે. ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં ૫૪મી ય્જી્ કાઉન્સિલની બેઠક યોજાય તેવી શક્યતા છે, જેમાં આ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે. જો નાણામંત્રી આ પ્રસ્તાવને મંજુરી આપે તો દેશના કરોડો લોકોને મેડિકલ ઈન્સ્યોરન્સ મેળવવો સરળ થઈ જશે અને તેનું પ્રીમિયમ પણ ઘટશે.