વિનેશ ફોગાટને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટને હરિયાણામાં ચૂંટણી લડવાની ઓફર કરવામાં આવી છે. અગાઉ પેરિસ ઓલિમ્પિકમાં વજન વધુ હોવાને કારણે ડિસ્કવોલિફાઈ થયેલ વિનેશ ફોગાટને હવે આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાની ઓફર કરી છે. સુશીલ ગુપ્તાએ વિનેશ ફોગટને આ લડાઈમાં જોડાવા માટે કહ્યું.
હરિયાણા આમ આદમી પાર્ટીએ વિનેશ ફોગાટ ને ચૂંટણી લડવાની ઓફર કરી છે. નોંધનીય છે કે, હરિયાણામાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને ચૂંટણી લડવાની ઓફર કરી છે.
આમ આદમી પાર્ટીના હરિયાણા રાજ્ય અયક્ષ સુશીલ ગુપ્તા એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા જ્યાં તેમણે વિનેશ ફોગાટ વિશે કહ્યું કે, તે પોતાના દેશમાં લડ્યા અને વિદેશી ધરતી પર પણ યોદ્ધાની જેમ લડ્યા. તેમણે કહ્યું કે, ભારત સરકારે દેશની અંદર અને વિદેશની ધરતી પર ષડયંત્ર રચ્યું હતું.
આ સાથે સુશીલ ગુપ્તાએ કહ્યું, હું હરિયાણાની દીકરી વિનેશ ફોગાટને કહેવા માંગુ છું કે, તમે જંતર-મંતર પર લડ્યા અને પેરિસમાં પણ લડ્યા. આખું ભારત તમારી સાથે છે. તેમણે કહ્યું કે, હું વિનેશ ફોગાટ ને આમંત્રણ આપું છું કે, આપણે આ તાનાશાહીને જડમૂળથી ઉખાડી નાખીશું. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી તમારું સ્વાગત કરે છે. આવો અને આ લડાઈમાં જોડાઓ. આપણે સાથે મળીને આ સરમુખત્યારશાહી શાસનને ઉખાડી નાખીશું.