આપેે આસામમાં ઉમેદવારો ઉતાર્યા, પંજાબમાં પણ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી સંદીપ પાઠકે ગુરુવારે કહ્યું કે, તેઓ અત્યાર સુધી કોઈ પરિણામ વિના ઈન્ડિયા બ્લોક સાથે વાત કરીને થાકી ગયા છે. પાઠકે વધુ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે,આપ અને કોંગ્રેસ પંજાબમાં અલગ-અલગ લોક્સભા ચૂંટણી લડશે. મોટુ નિવેદન આપતા સંદીપ પાઠકે કહ્યું કે અમે કોંગ્રેસ સાથે બેઠક વહેંચણી અંગે વાત કરીને થાકી ગયા છીએ.

દેશ ચૂંટણીના આરે ઉભો છે. તમામ પક્ષો પોતાના કામમાં વ્યસ્ત છે. ભાજપના વિજય રથને રોકવા માટે કોંગ્રેસ અને તમામ વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા એલાયન્સનો પાયો નાખ્યો હતો, પરંતુ એક પછી એક આ ગઠબંધન પત્તાની જેમ તૂટી રહ્યું છે. હવે તેમાં બીજી તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલની આમ આદમા પાર્ટીએ આસામમાં પોતાના ત્રણ લોક્સભા ઉમેદવારો જાહેર કર્યા છે. આ ઉપરાંત આપના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે એક મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે અમે સીટ વહેંચણી અંગે કોંગ્રેસ સાથે વાત કરીને થાકી ગયા છીએ. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે આવનારા દિવસો ઈન્ડિયા ગઠબંધન માટે મુશ્કેલીઓથી ભરેલા હોઈ શકે છે.

આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી સંદીપ પાઠકે ગુરુવારે કહ્યું કે, તેઓ અત્યાર સુધી કોઈ પરિણામ વિના ઈન્ડિયા બ્લોક સાથે વાત કરીને થાકી ગયા છે. ચૂંટણી જીતવી મહત્વપૂર્ણ છે, પરંતુ અમે ગઠબંધનની સાથે છીએ. સંદીપ પાઠકે મોટી જાહેરાત કરતા કહ્યું કે લોક્સભા ચૂંટણી માટે આસામમાંથી ત્રણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આશા છે કે ઈન્ડિયા બ્લોક આ નિર્ણયને સ્વીકારશે.

અમે ડિબ્રુગઢથી મનોજ ધનોહર, ગુવાહાટીથી ભાવેન ચૌધરી અને સોનિતપુરથી ૠષિ રાજને નોમિનેટ કર્યા છે. પાઠકે વધુમાં જણાવ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધન સાથે ચર્ચા કરતા ઘણા મહિના થઈ ગયા છે અને અમે થાકી ગયા છીએ. અમે દરેક શક્ય રીતે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હવે અમે થાકી ગયા છીએ.

પાઠકે વધુ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, આપ અને કોંગ્રેસ પંજાબમાં અલગ-અલગ લોક્સભા ચૂંટણી લડશે. બેઠકોની વહેંચણી પર રચાયેલી સમિતિએ પોતાનો નિર્ણય લીધો છે. બંને રાજ્યોના એકમો અલગથી લડવા પરસ્પર સંમત થયા છે. તેમણે કહ્યું કે અમે પરિપક્વ અને સમજદાર જોડાણમાં ભાગીદાર છીએ.પરંતુ હાલમાં આપ અને કોંગ્રેસ પંજાબમાં અલગ-અલગ ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયા એલાયન્સમાં સીટ શેરિંગને લઈને સમસ્યા છે. તાજેતરમાં, બિહારના સીએમ નીતિશ કુમાર, જેઓ મહાગઠબંધનના આકટેક્ટ હતા, તેમણે પણ ગઠબંધનને અલવિદા કહ્યું હતું.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મહાગઠબંધનમાં સીટોની વહેંચણી પર કોઈ ચર્ચા થઈ નથી. જેના કારણે તે પરેશાન થઈ ગયા હતા. ધીરે-ધીરે દરેક મોટા નેતા ઈન્ડિયા ગઠબંધનને અલવિદા કહી રહ્યા છે, આવી સ્થિતિમાં ઈન્ડિયા ગઠબંધન માટે આગળનો રસ્તો સરળ નથી.