તાજેતરમાં ગુજરાત રાજ્ય સહિત દેશના અમુક રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ છે અનેક લોકો મૃત્યુ પામ્યા છે, વાહનો તેમજ અન્ય મિલકતો થઈ માત્ર વડોદરા શહેરમાં જ 1000 કરોડ રૂપિયાનું નુકસાનનો અંદાજ છે. ત્યારે આ પૂરની પરિસ્થિતિએ આખા દેશમાં કેવી તારાજી સર્જી હશે તેની કલ્પના માત્રથી ધ્રુજી જવાય છે, ત્યારે આપત્તિ સંચાલન અંગે કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ વિભાગ દ્વારા “આપત્તિ સંચાલન એ જ સાચી સલામતી” વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજી હતી જેમાં એન એસ એસના 13 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ફાયર સેફટી ના સાધનો અંગે પણ વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજૂતી અપાઇ હતી. આપત્તિ સંચાલન અંગે એન એસ એસના પ્રોગ્રામ ઓફિસર અને કોલેજના પ્રિન્સિપાલ ડો. અરૂણસિંહ સોલંકી એ વિસ્તૃત જાણકારી પણ પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ વિભાગના લીડર કુ. હર્ષિતા ખીમાણી અને ભવ્ય દેવડા દ્વારા કરવામાં આવ્યું હતું.