નાગપુર, ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં બંને પક્ષોના લગભગ ૫૫૦૦ લોકો માર્યા ગયા છે. આ દરમિયાન આરએસએસના વડાએ પણ યુદ્ધ અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ તમામ ધર્મોનું સન્માન કરે છે. ભારતે ક્યારેય આવા મુદ્દા પર યુદ્ધ કર્યું નથી જેના કારણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે.
છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના ૩૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત નાગપુરની એક શાળામાં પહોંચ્યા હતા. શાળામાં આયોજિત કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે દેશનો એક ધર્મ અને સંસ્કૃતિ જે તમામ સંપ્રદાયો અને આસ્થાઓનું સન્માન કરે છે તે માત્ર હિંદુ ધર્મ છે. આ હિંદુઓનો દેશ છે. આનો અર્થ એ નથી કે અમે અન્ય ધર્મોને નકારીએ છીએ. જો તમે હિંદુ બોલો છો તો તમારે એ કહેવાની જરૂર નથી કે અમે મુસ્લિમોનું પણ રક્ષણ કર્યું છે. બધા ધર્મોનું રક્ષણ માત્ર હિંદુઓ જ કરે છે. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં દરેક ધર્મને સ્વીકારવામાં આવે છે. અન્ય દેશોમાં આવી સ્થિતિ નથી.
મોહન ભાગવતે વધુમાં કહ્યું કે આખી દુનિયામાં સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. તમે યુક્રેન-રશિયા કે હમાસ-ઈઝરાયેલ જુઓ. પરંતુ આ મુદ્દાઓ પર આપણા દેશમાં ક્યારેય યુદ્ધ થયું નથી. શિવાજી મહારાજના સમયમાં આવા હુમલા થયા, પરંતુ અમે ક્યારેય લડ્યા નહીં. આ મુદ્દે કોઈની સાથે ઝઘડો થયો ન હતો. તેથી જ આપણે હિંદુ છીએ.