આપણા દેશમાં આતંકવાદી ગતિવિધિઓમાં ભારતનો હાથ છે. : પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય

ઇસ્લામાબાદ,

યુએસ ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં પાકિસ્તાનને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આતંકવાદનું આશ્રયસ્થાન છે. તે જમ્મુ-કાશ્મીરમાં નાપાક યોજનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરે છે. આ રિપોર્ટ અમેરિકી સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, હવે પાકિસ્તાન અમેરિકાના આ ગુપ્તચર અહેવાલથી ગુસ્સે છે. ઉલટાનું તેણે ભારત પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું, ‘આપણા દેશમાં આતંકવાદી ગતિવિધિઓમાં ભારતનો હાથ છે. અમારી પાસે આના પુરાવા પણ છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને સમર્થન કરવાનો લાંબો ઈતિહાસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાનની ઉશ્કેરણીનો જડબાતોડ જવાબ આપશે.

યુએસ ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી શકે છે અને તેમની વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાનની ઉશ્કેરણીની સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પહેલા કરતા વધુ સૈન્ય બળ સાથે જવાબ આપશે. રિપોર્ટ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ ખાસ ચિંતાનો વિષય છે. જો કે, ૨૦૨૧ ની શરૂઆતમાં નિયંત્રણ રેખા પર ફરીથી યુદ્ધવિરામ માટે બંને પક્ષો સંમત થયા પછી બંને દેશો તેમના સંબંધોને મજબૂત કરવા આતુર હોય તેવી શક્યતા છે.

યુએસ ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, ભારત-ચીન દ્વિપક્ષીય સરહદ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવામાં વ્યસ્ત છે, પરંતુ ૨૦૨૦માં દેશોની સેનાઓ વચ્ચેના સંઘર્ષને જોતા સંબંધો તણાવપૂર્ણ રહેશે. આ ઘટના બાદથી બંને વચ્ચેના સંબંધો ગંભીર સ્તરે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “વિવાદિત સરહદ પર ભારત અને ચીન બંને દ્વારા ‘મિલિટરી બિલ્ડ-અપ’ બે પરમાણુ શક્તિઓ વચ્ચે સશ સંઘર્ષનું જોખમ વધારે છે, જે અમેરિકન લોકો અને હિતોને સીધો ખતરો બની શકે છે.” આમાં અમેરિકન હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. ભૂતકાળના સ્ટેન્ડઓફથી તે સ્પષ્ટ છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વારંવાર નિમ્ન-સ્તરના સંઘર્ષો ઝડપથી વધી શકે છે.