નવીદિલ્હી,
દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારના કથિત એક્સાઈઝ કૌભાંડનો રેલો તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેરખર રાવના ઘર સુધી પહોંચ્યો છે. આ કેસમાં રાવની પુત્રી કવિતાનું નામ ખુલતા તપાસમાં નવો વળાંક આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ જણાવ્યું હતું કે અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી તપાસ મુજબ આમ આદમી પાર્ટીના વિજય નાયરે આપના નેતાઓ વતી અમિત અરોરા સહિત દક્ષિણના એક જૂથ (સરથ રેડ્ડી, શ્રીમતી કે કવિતા, મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડી દ્વારા સંચાલિત) પાસેથી ઓછામાં ઓછી એક્સાઈઝ પોલિસીમાં કથિત ગેરરીતિના કરોડો રૂપિયાના કૌભાંડમાં પકડાયેલા પક્ષના નેતા વિજય નાયરે દક્ષિણ ભારતના કેટલાંક ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ તરફથી રૂ. ૧૦૦ કરોડની લાંચ લીધી હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ અહીંની એક સ્થાનિક અદાલતને જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના સરકારમાં કાર્યરત સહિતના કેટલાંક નેતાઓએ રાજ્યની તિજોરીના ભોગે એક્સાઈઝ નીતિને ગેરકાયદેસર ભંડોળ બનાવવાનું સાધન બનાવ્યું હોવાનો આક્ષેપ ઈડીએ અદાલતમાં કર્યો હતો.
ઇડીએ જણાવ્યું હતું કે વિજય નાયરે, આપના નેતાઓ વતી અમિત અરોરા સહિત દક્ષિણના એક જૂથ પાસેથી ઓછામાં ઓછી રૂ. ૧૦૦ કરોડની લાંચ લીધી છે. ઇડીએ જણાવ્યું હતું કે, અમિત અરોરાએ તેના નિવેદનના રેકોડગ દરમિયાન આ વાતનો ’ખુલાસો’ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યાં અનુસાર કવિતા તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી છે જે વિધાન પરિષદની સભ્ય છે. કવિતાએ ગુરુવારે કહ્યું હતું કે તે અને તેની પાર્ટીના નેતાઓ કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છે. કવિતાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે કોઈપણ પ્રકારની તપાસનો સામનો કરવા તૈયાર છીએ. તપાસ સંસ્થાના તમામ પ્રશ્ર્નોનો અમે ચોક્કસ જવાબ આપીશું. પરંતુ મીડિયામાં સિલેક્ટિવ માહિતી લીક કરીને નેતાઓની ઇમેજને ખરાબ કરવી અયોગ્ય છે. ઈડીએ એમ પણ જણાવ્યું હતું કે કે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પીએ સહિત ઓછામાં ઓછા ૩૬ આરોપીઓએ કથિત કૌભાંડમાં હજારો કરોડ રૂપિયાની ’લાંચ’ ના પુરાવા છુપાવવા માટે ૧૭૦ ફોનનો ’નાશ કર્યો હતો અથવા તેનો ઉપયોગ કર્યો હતો’.