આપના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે

અમદાવાદ, પાટીદાર અનામત આંદોલન (પાસ) થી લોકચાહના મેળવ્યા બાદ નાટકીય ઢબે આમ આદમી પાર્ટીમાં જોડાનાર પાટીદાર નેતાઓ આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. થોડા સમય પહેલા અલ્પેશ કથિરીયા તેમજ ધામક માલવિયા દ્વારા થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી નાટકીય ઢબે રાજીનામું આપ્યું હતું. જે બાદ આવતીકાલે તેઓ નાટકીય ઢબે ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા રાજકારણમાં ભૂકંપ આવી જવા પામ્યો હતો.

સુરત આમ આદમી પાર્ટીનાં કદાવર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ બંને આપનાં બેનર પર વિધાનસભા ચૂંટણીમાં પણ ઝંડલાવ્યું હતું. પરંતું ત્યારે બાદ એકાએક ૧૮ એપ્રિલ નાં રોજ બંને નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વીતર્કો સર્જાયા હતા. ત્યારે આવતીકાલે ૨૦૦ જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે.

આદ આદમી પાર્ટીનાં બેનર હેઠળ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ તેમજ ધામક દ્વારા રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેમજ તેઓ આમ આદમી પાર્ટીનાં કાર્યક્રમમાં પણ ગેરહાજર રહેતા હતા. જે બાદ લોક્સભાની ચૂંટણી જાહેર થયા બાદ અલ્પેશ અને ધામક માલવીયા દ્વારા ૧૮ એપ્રિલનાં રોજ એકાએક રાજીનામું આપી દેતા હડકંપ મચી જવા પામ્યો હતો.