આપના ધારાસભ્ય પર એમસીડી ચૂંટણીમાં ટિકિટ માટે રોકડના મામલામાં ૯૦ લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ

  • ફરિયાદના આધારે એસીબીએ ધારાસભ્ય અખિલેશ પાટી ત્રિપાઠીના સાળા વિશાલ પાંડે ઉર્ફે શિવ શંકર પાંડેની ધરપકડ કરી

નવીદિલ્હી,

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર દિલ્હીની એમસીડી ચૂંટણીમાં ટિકિટ માટે રોકડના મામલામાં ૯૦ લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ છે. ફરિયાદના આધારે એસીબીએ ધારાસભ્ય અખિલેશ પાટી ત્રિપાઠીના સાળા વિશાલ પાંડે ઉર્ફે શિવ શંકર પાંડેની ધરપકડ કરી છે. વિશાલની સાથે એસીબીએ તેના સાથી ઓમ સિંહ અને પ્રિન્સ રઘુવંશીની પણ ધરપકડ કરી છે. આરોપ છે કે ધારાસભ્યએ સ્ઝ્રડ્ઢના કમલા નગર વોર્ડ નંબર ૬૯થી છછઁ કાર્યકર શોભા ખારીને ટિકિટ અપાવવાનું વચન આપ્યું હતું. આ માટે ૯૦ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

શોભા ખારીએ જ એસીબીને ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે તેમાંથી તેણે ધારાસભ્ય અખિલેશ પતિ ત્રિપાઠીને ૩૫ લાખ રૂપિયા પણ આપ્યા હતા. આ સિવાય તેણે વજીરપુરના ધારાસભ્ય રાજેશ ગુપ્તાને ૨૦ લાખ રૂપિયા પણ આપ્યા હતા. બાકીના ૩૫ લાખ રૂપિયા ટિકિટ મળ્યા બાદ આપવાના હતા. આમ છતાં તેમનું નામ ટિકિટ લિસ્ટમાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં તેણે પોતાના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું. આ પછી અખિલેશપતિ ત્રિપાઠીના સાળા ઓમ સિંહે તેમની સાથે વાત કરી. ટૂંક સમયમાં તેમના પૈસા પરત કરી દેવાશે તેવી ખાતરી આપી હતી. પરંતુ શોભા ખારીએ એસીબીમાં ફરિયાદ આપી હતી. બીજી તરફ બીજેપી નેતા કપિલ મિશ્રાએ આ મામલે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે.

શોભા ખારીની ફરિયાદ પર એસીબીએ ધારાસભ્યને રંગે હાથે પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. ૧૫-૧૬ નવેમ્બરની રાત્રે ધારાસભ્ય પૈસા પરત કરશે તેવો નિર્ણય લેવાયો હતો. સમયસર ધારાસભ્યના સાળા ઓમ સિંહ, શિવશંકર પાંડે અને પ્રિન્સ રઘુવંશી આ રકમ લઈને શોભાના ઘરે પહોંચ્યા. અહીં એસીબીની ટીમ પહેલેથી જ સ્વતંત્ર સાક્ષી સાથે હાજર હતી. આ ટીમે પૈસા આપતા આ ત્રણેયનો વીડિયો બનાવીને સ્થળ પરથી ધરપકડ કરી હતી.

ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ સાથે ધારાસભ્યને લાંચની રકમ આપ્યાનો વીડિયો પણ રજૂ કર્યો છે. આ પુરાવાના આધારે છઝ્રમ્એ આ કાર્યવાહી કરી છે. છઝ્રમ્ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૩૩ લાખ રૂપિયાની વસૂલાત રકમ સ્ઝ્રડ્ઢ ચૂંટણી માટે ટિકિટ મેળવવા માટે લેવામાં આવી હતી. એસીબીએ સમગ્ર જથ્થો જપ્ત કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ મામલામાં વધુ કેટલા લોકો સામેલ છે.