દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ) નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર મંગળવારે (૧૬ જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઇ અને ઈડીને નોટિસ પાઠવી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા ગઠિત કરવામાં આવેલ સુપ્રીમ કોર્ટની નવી બેન્ચ દ્વારા મોકલવામાં આવી છે, મંગળવારે જ આ કેસની સુનાવણી માટે કરવામાં આવી છે.
નવી બેંચે ઈડી અને સીબીઆઇને દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં જેલમાં બંધ સિસોદિયાની જામીન અરજી પર પોતપોતાના જવાબો દાખલ કરવા કહ્યું છે. સિસોદિયા લગભગ ૧૬ મહિનાથી તિહાર જેલમાં બંધ છે, જેના કારણે તેમને દિલ્હીના ડેપ્યુટી સીએમ પદ છોડવું પડ્યું હતું. હવે આ મામલામાં આગામી સુનાવણી ૨૯ જુલાઈએ થશે.બંને તપાસ એજન્સીઓ દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયાએ જામીન માંગ્યા છે. આ મામલે હવે આગામી સુનાવણી ૨૯ જુલાઈના રોજ થશે.
ઈડીએ સિસોદિયા વિરૂદ્ધ લિકર પોલિસી મામલામાં મની લોન્ડરિંગ કેસમાં કેસ નોંયો છે, જ્યારે સીબીઆઇએ ભ્રષ્ટાચારના કેસમાં આપ નેતા વિરુદ્ધ કેસ નોંયો છે. દિલ્હી લિકર પોલિસી હવે રદ કરવામાં આવી છે, પરંતુ તેમાં કહેવાતા કૌભાંડના આરોપમાં આપના ઘણા નેતાઓ જેલમાં ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ દારૂ નીતિ કેસમાં જેલમાં છે. આ કેસમાં રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પણ જેલ જઈ ચૂક્યા છે.
જણાવી દઈએ કે તિહાર જેલમાં બંધ આપ નેતા મનીષ સિસોદિયાએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જામીન માંગ્યા હતા. તેમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગત ગુરુવાર (૧૧ જુલાઈ)ના રોજ સુનાવણી થવાની હતી. પરંતુ સુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટના જજ સંજય કુમારે આ કેસમાંથી પોતાને અલગ કરી લીધા હતા. જેના કારણે તે દિવસે (૧૧ જુલાઈ) મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી ટાળી દેવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ અઠવાડિયે નવી બેંચ સમક્ષ આ કેસ મૂકયો હતો. આજે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા ગઠિત કરવામાં આવેલ નવી બેંચે ઈડી અને સીબીઆઇને નોટિસ પાઠવતા ૨૯ જુલાઈના રોજ થશે.