આંખનો તપાસ અને ઓપરેશન કેમ્પ

દાહોદ,લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 એફ વન રિજીયન 8 અને ઝોન બે દ્વારા ડિસ્ટ્રિક્ટ સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત દ્રષ્ટિ નેત્રાલય દાહોદ અને લાયન્સ ક્લબ ઓફ સીટી અને એબિલિટીના સહયોગથી મફત આંખનો તપાસ અને ઓપરેશન કેમ્પ તારીખ 3/12/2023 રવિવાર સવારે 9:00 થી 12:00 વાગ્યા દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેસાવાડા ખાતે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટીના પ્રમુખ લા તુલસી શાહ, સેક્રેટરી લા સેફીભાઈ પીંટોલવાલા ખજાનચી અને ડિસ્ટ્રિક્ટ ચેરમેન લા. કમલેશ લીમ્બાચીયાની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં દવા તપાસ સારવાર અને ઓપરેશન મફત કરવામાં આવશે મોતિયાના ઓપરેશન નેત્રમણી આરોપણ સાથે મફત કરવામાં આવનાર આ કેમ્પમાં આજુબાજુના અંતરિયાળ ગામ માંથી 122 વ્યક્તિઓ એ કેમ્પનો લાભ લીધો હતો અને 36 મોતિયાનો ઓપરેશન કરવામાં આવશે.