LIC નાં પોલીસીધારકો માટે સારા સમાચાર છે, કેન્દ્ર સરકારનાં એક ઉચ્ચ અધિકારીએ સંકેત આપ્યો છે કે LICનાં IPOમાં 10 ટકા હિસ્સો પોલીસીધારકો માટે અનામત રાખવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે નાણાકિય વર્ષ 2021-22નું બજેટ રજુ કરતા નાણા પ્રધાન નિર્મલા સિતારમણે આ ઘોષણા કરી છે, કે આગામી નાણાકિય વર્ષમાં LIC નો IPO આવશે, એટલે કે તેનો કેટલોક ભાગ લોકોને શેરબજાર દ્વારા વેચવામાં આવશે.
DIPAM નાં સચિવ તુહિન કાંત પાંડેએ જણાવ્યું કે LIC નાં IPO થી 10 ટકા હિસ્સો તેના પોલીસીધારકોને આપવામાં આવી શકે છે, સરકારનો ઇરાદો તેના પોલીસીધારકોને કંપનીમાં ભાગીદાર બનાવવાનો છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા વર્ષ 2021-22માં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા પોણા બે લાખ કરોડ (1.75 લાખ કરોડ) રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે, તે અંતર્ગત LIC ની કેટલીક ભાગીદારી વેચવાની ઘોષણા કરવામાં આવી છે.