આંધ્રપ્રદેશ : સાઉથના દિગ્ગજ એક્ટર ચંદ્રબાબુ નાયડુ વિરૂદ્ધ ચુંટણી લડીશ નહીં

હૈદરાબાદ,

દક્ષિણ ભારતના લોકપ્રિય અભિનેતા વિશાલે આંધ્ર પ્રદેશની કુપ્પમ વિધાનસભા બેઠક પરથી તેલુગુ દેશમ પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુ સામે ચૂંટણી લડવાની શક્યતા નકારી કાઢી હતી.તેણે કહ્યું કે તે કુપ્પમ મતવિસ્તાર બેઠક પરથી ચૂંટણી લડશે નહીં. દરમિયાન, લોકપ્રિય અભિનેતા અને તમિલ ફિલ્મ નિર્માતા વિશાલે મંગળવારે કહ્યું હતું કે તેઓ નાયડુ કરતાં મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીને વધુ પસંદ કરે છે.

તેમણે કહ્યું, ’હું ચંદ્રબાબુ નાયડુના પ્રતિસ્પર્ધી તરીકે કુપ્પમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો નથી. જોકે કુપ્પમ મતવિસ્તારમાં અમારો ઘણો વ્યવસાય છે. વિશાલે કહ્યું કે લોકોની સેવા કરવા માટે તેને રાજકારણમાં આવવાની કોઈ જરૂર નથી. આ દરમિયાન વિશાલે કહ્યું કે ’પ્રજાની સેવા કરનાર દરેક વ્યક્તિ રાજકારણી છે.

જ્યારે અભિનેતા વિશાલને પૂછવામાં આવ્યું કે શું તે નજીકના ભવિષ્યમાં રાજકારણમાં જોડાશે તો તેણે કહ્યું, ’હું ચૂંટણીમાં ભાગ નહીં લઈશ. મને કુપ્પમ મતવિસ્તાર વિશે બધું જ ખબર છે. હું ધારાસભ્યો કરતાં અભિનેતા તરીકે વધુ કમાણી કરું છું. વિશાલે કહ્યું કે જે લોકો લોકોની સેવા કરે છે તે રાજકારણી છે.

તમને જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશમાં ૨૦૨૪માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ૧૭૫ બેઠકો સાથે આંધ્રપ્રદેશમાં ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં, વાયએસઆરસીપી એ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી, ત્યારબાદ જગન મોહન રેડ્ડી રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. તમામ પક્ષોએ ૨૦૨૪ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.