આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુના કાર્યક્રમમાં ભાગદોડ: ત્રણનાં મોત

હૈદરાબાદ,

આંધ્રપ્રદેશના ગુંટૂરમાં સોમવારે ચંદ્રાબાબુ નાયડૂના કાર્યક્રમમાં ફરી ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને અનેક લોકોને ઇજા પહોંચી છે. ચાર દિવસમાં બીજી વખત આવી ઘટના બની છે. અગાઇ બુધવારે નાયડૂના નેલ્લોર જિલ્લામાં રોડ શોના કાર્યક્રમમાં આઠ લોકોના મોત થયા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભારે ભીડ ભેગી થઇ હતી.

જેમાં ભાગદોડમાં એક ૬૦ વર્ષીય મહિલા પણ મોતને ભેંટી છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રાબાબુ ૨૦૨૪ના વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે રાજ્યભરમાં રાજકીય બેઠકો અને સભાઓ કરી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વાય એસ જગનરેડ્ડીએ ગુંટૂરમાં થયેલી ભાગદોડ મામલે હેરાની દર્શાવી હતી. તેમણે ઇજાગ્રસ્તોને તમામ મેડિકલ સહાય આપવાની સૂચના આપી હતી.

તેમણે મૃતકોના પરિવારજનોને પણ વળતર આપવાની ખાતરી આપી છે. અગાઉ બુધવારે નેલ્લોર જિલ્લામાં ચંદ્રાબાબુની એક ઝલક મેળવવા માટે લોકોની ભીડ પડાપડી કરી રહી રહ્યા હોવાનું કહેવાય છે. જેમાં કેટલાક લોકો ખુલ્લી નહેરમાં ગબડી પડ્યા હતા. ચંદ્રાબાબુએ આ વિસ્તારમાં એક રોડશોનું આયોજન કર્યું હતું.