હૈદરાબાદ,
આંધ્રપ્રદેશ સરકારે જાહેર સુરક્ષાને ટાંકીને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત રસ્તાઓ પર જાહેરસભાઓ અને રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ગત સપ્તાહે કંડુકુરુમાં મુખ્ય વિપક્ષી તેલુગૂ દેશમ પાર્ટી દ્વારા આયોજીત એક રેલીમાં થયેલી નાસભાગ આ આદેશ સામે આવ્યો છે. આ નાસભાગમાં ૮ લોકો માર્યા ગયા હતા. પોલીસ અધિનિયમ, ૧૮૬૧ની જોગવાઈઓ હેઠળ સોમવારના રોજ મોડી રાત્રે પ્રતિબંધિત આદેશો જારી કરવામાં આવ્યા હતા.
સરકારે પોતાના આદેશમાં નોંધ્યું છે કે જાહેર માર્ગો અને શેરીઓ પુર જાહેર સભા યોજવાનો અધિકાર પોલીસ અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૩૦ મુજબ નિયમનને આધીન છે. આદેશમાં અગ્ર સચિવ (ગૃહ) હરીશ કુમાર ગુપ્તાએ સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને જાહેર સભાઓ કરવા માટે જાહેર રસ્તાઓથી દૂર નિયુક્ત સ્થળોને ઓળખવાનું જણાવ્યું હતું. જે ટ્રાફિક, જાહેર અવરજવર, કટોકટી સેવાઓને અવરોધે નહીં.
મુખ્ય સચિવ કહ્યું હતું કે સત્તાવાળાઓએ જાહેર માર્ગ મીટિંગને મંજૂરી આપવાનું ટાળવું જોઈએ. સાર્વજનિક મેળાવડા માટેની પરવાનગી ફક્ત દુર્લભ અને અસાધારણ સંજોગોમાં લેખિત કારણો સાથે જ ધ્યાનમાં લેવામાં આવશે. મુખ્ય સચિવે ૨૮ ડિસેમ્બરના રોજ બનેલી કંદુકરુ ઘટના પર પ્રકાશ પાડ્યો અને કહ્યું હતું કે જાહેર રસ્તાઓ અને રસ્તાની બાજુઓ પર મીટિંગ યોજવાથી મૃત્યુ થઈ રહ્યા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે પોલીસને સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં ઘણો સમય લાગે છે. ત્યારે વિપક્ષી પાર્ટીઓએ સરકારના નિર્ણયની નિંદા કરી હતી.