આંધ્રમાં ૯૫,૦૦૦ લાભાર્થીઓનો સરકારી જગ્યા પર મકાન બનાવવાનો ઇનકાર

અમરાવતી,

આંધ્રપ્રદેશ સરકારે બે વર્ષ પહેલા આશરે ૯૫,૦૦૦ મહિલા લાભાર્થીઓ મકાન બનાવવામાં આપેલી જગ્યા પર પર હવે આ લાભાર્થીઓએ સરકારી યોજના હેઠળ મકાનનું નિર્માણ કરવાનો ઇનકાર કર્યો છે. તેનાથી સરકાર માટે વિકટ સ્થિતિ ઊભી થઈ છે. હાઉસિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર લાભાર્થીઓ રાજ્ય સરકારને વૈકલ્પિક સ્થળોએ જગ્યાઓ પ્રદાન કરવા માટે કહી રહ્યા છે, કારણ કે હવે સૂચિત જગ્યા માનવ વસવાટોથી દૂર છે અથવા સ્મશાનભૂમિની નજીક છે.આનાથી સરકાર કપરી સ્થિતિમાં આવી ગઈ છે, કારણ કે વૈકલ્પિક જગ્યાઓ શોધવા માટે આશરે રૂ.૮૦૦ કરોડ ખર્ચવા પડશે.

હાઉસિંગ ડિપાર્ટમેન્ટના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે અમારે આ માગણી પૂરી કરવા હોય તો અમારે આ લોકો માટે ખાનગી માલિકો પાસેથી ૨,૦૦૦ એકરથી વધુ જમીન સંપાદિત કરવી પડશે. અગાઉ, અમે જે જમીન આપી હતી તે સરકારી જમીન હતી. વિભાગના અધિકારીઓએ તાજેતરમાં મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીને જાણ કરી હતી કે એવા ૯૫,૧૦૬ ’અઘરા કેસો’ છે, જ્યાં લાભાર્થીઓ ઘરની જગ્યા લેવાનો અને ઘર બાંધવાનો ઇનકાર કરી રહ્યા છે. ઓછામાં ઓછા ૩૦ ટકા કેસોમાં, નવા હાઉસિંગ લેઆઉટ ’સ્મશાનભૂમિ જેવા અયોગ્ય વિસ્તારોની નજીક છે. અન્ય ૩૦ ટકા કેસોમાં, સૂચિત લેઆઉટ હાલના રહેઠાણોથી દૂર છે, જેના કારણે લાભાર્થીઓ ઘર બનાવવાનો ઇનકાર કરી રહ્યાં છે.

આવી સમસ્યા ઘણા મંડલ હેડક્વાર્ટર ટાઉન અને કેટલાક અર્ધ-શહેરી વિસ્તારોમાં ઉભી થઈ છે. કેટલાક જિલ્લાઓમાં અધિકારીઓએ બે-ત્રણ ગામોના લોકોનું ગ્રુપ બનાવ્યું છે અને ગામડાઓથી દૂર એક જ જગ્યાએ મકાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. અહીં, લાભાર્થીઓ માંગ કરી રહ્યા છે કે તેઓને પોતપોતાના ગામોમાં જ જગ્યાઓ આપવામાં આવે. જોકે સ્પેશિયલ ચીફ સેક્રેટરી (હાઉસિંગ) અજય જૈને જણાવ્યું હતું કે આ સમસ્યા માત્ર ૫૦,૦૦૦ લાભાર્થીઓના સંદર્ભમાં જ ઊભી થઈ હતી. જૈને જણાવ્યું, ’અમે જિલ્લા કલેક્ટરને સર્વે કરવા અને ઘરની જગ્યાઓ માટે વૈકલ્પિક જમીનની ઓળખ કરવા કહ્યું છે. સર્વેક્ષણ પછી, અમે જમીન સંપાદન પૂર્ણ કરીશું અને લાભાર્થીઓને ઘરની જગ્યાઓનું વિતરણ કરીશું.’