સોવિયેત રશિયાથી અલગ થયેલા આર્મેનિયા અને અઝરબૈજાનની વચ્ચે જમીનના એક ભાગને લઇને યુદ્ધ છેડાયું છે. બંને દેશોએ એક-બીજાની વિરૂદ્ધ યુદ્ધનું એલાન કરતા ટેંક, તોપ અને લડાકુ હેલિકોપ્ટરને મેદાનમાં ઉતારી દીધા છે. આ દરમિયાન આર્મેનિયાએ દેશમાં માર્શલ લો લાગુ કરતા પોતાની સેનાઓને બોર્ડર તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો છે.
ત્રણ ટેંકોને પણ ઉડાવી દીધી
બંને દેશોએ હુમલામાં સામાન્ય નાગરીકોના મોતની પુષ્ટી કરી છે. આર્મેનિયાના રક્ષા મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું કે અજરબૈજાનની સેનાએ ક્ષેત્રીય રાજધાની સ્ટેપાન્કર્ટના રહેણાંક વિસ્તારમાં હુમલો કરી દીધો છે. જેના જવાબમાં અમારા સુરક્ષાદળોએ અજરબૈજાનના બે હેલિકોપ્ટર અને ત્રણ ડ્રોનને તોડી પાડ્યા છે. આ હુમલામાં અમે ત્રણ ટેંકોને પણ ઉડાવી દીધી છે. આર્મેનિયાએ ટેંકોને નિશાન બનાવવાનો એક વીડિયો પણ બહાર પાડ્યો છે.
સૈનિકોએ જવાબી કાર્યવાહી શરૂ કરી
જવાબમાં અઝરબૈજાને કહ્યું છે કે, આર્મેનિયાના સશસ્ત્ર દળોની યુદ્ધક ગતિવિધીને દબાવવા અને નાગરીક વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક મોરચે અમારા સૈનિકોએ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. અઝરબૈજાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે આર્મેનિયાના હુમલામાં તેના ઘણા નાગરીકોના મોત નિપજ્યા છે. જ્યારે કે તેનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે, પરંતુ તેના પાયલટને બચાવી લેવાયો છે.