મુંબઇ, આમિર ખાનના પુત્ર જુનૈદની પ્રથમ ફિલ્મ ઓટીટી પર ટકરાશે, થિયેટરો નહીં, તારીખ જાહેરઆમિર ખાનના પુત્ર જુનૈદની પહેલી ફિલ્મ ’મહારાજ’ છે, જે ઓટીટી પર રિલીઝ થશે. આ ફિલ્મની ઓટીટી રીલિઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જોકે, મેર્ક્સ તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મમાં સાઉથ એક્ટ્રેસ શાલિની પાંડે પણ જોવા મળશે.આમિર ખાનના પ્રિય જુનૈદ ખાનના બોલિવૂડ ડેબ્યૂની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તે છેલ્લા ૪ વર્ષથી તેની એક્ટિંગ કરિયરની તૈયારી કરી રહ્યો છે. તેણે ગયા વર્ષે ઓક્ટોબરમાં યશ રાજ ફિલ્મ્સની ફિલ્મ ’મહારાજ’નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં જયદીપ અહલાવત, શાલિની પાંડે અને શર્વરી વાળા પણ છે. હવે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તે ૧૪ જૂન, ૨૦૨૪ ના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટલિક્સ પર રિલીઝ થશે.રિપોર્ટ્સ અનુસાર, જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ ’મહારાજ’નું ટ્રેલર ૫ જૂન, ૨૦૨૪ના રોજ રિલીઝ થશે. આ સાથે જુનૈદ તેની બીજી ફિલ્મનું શૂટિંગ પણ કરી રહ્યો છે, જેના નિર્દેશક સિદ્ધાર્થ પી મલ્હોત્રા છે. આ ફિલ્મમાં તે સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવી સાથે જોવા મળશે.આ સિવાય જુનૈદ તેની ત્રીજી ફિલ્મનું શૂટિંગ કરવા માટે તૈયાર છે. આ ૨૦૨૨માં રિલીઝ થયેલી તમિલ રોમેન્ટિક કોમેડી ફિલ્મ ’લવ ટુડે’ની હિન્દી રિમેક હશે, જેમાં શ્રીદેવીની નાની દીકરી અને જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર પણ જોવા મળશે.’મહારાજ’માં પત્રકાર બનશે જુનૈદ’મહારાજ’ વિશે વાત કરીએ તો, તે ૧૮૬૨ના મહારાજ બદનક્ષી કેસથી પ્રેરિત છે. તે એક ધામક નેતાની આસપાસ ફરે છે જેણે તેની મહિલા અનુયાયીઓ સાથે અયોગ્ય સંબંધોનો આરોપ લગાવવા માટે એક અખબાર પર દાવો કર્યો હતો. આ ફિલ્મમાં જુનૈદે પત્રકારની ભૂમિકા ભજવી હોવાના અહેવાલ છે.