
મુંબઈ,
બોલિવૂડ એક્ટર ઈમરાન ખાનની પત્ની અવંતિકા મલિકે સો.મીડિયામાં ડિવોર્સ અંગે પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં હોલિવૂડ સિંગર મિલી સાઇરસ જોવા મળે છે અને અવંતિકાએ ડિવોર્સ અંગે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯થી ઈમરાન તથા અવંતિકા અલગ-અલગ રહે છે.
સો.મીડિયામાં અવંતિકાએ એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં મિલી સાઇરસ ડાન્સ કરે છે. આ પોસ્ટમાં અવંતિકાએ કહ્યું હતું, ’ડિવોર્સ તેના માટે સૌથી સારી બબત છે.’ આ પોસ્ટ મિલી સાઇરસે લાઇમ હેમ્સવર્થ સાથે લગ્ન ને ડિવોર્સ લીધા તે બાબત તરફ હતી. આ પોસ્ટ શૅર કર્યા બાદ અવંતિકાએ કહ્યું હતું કે માત્ર તેના માટે જ નહીં, તે તો ખાલી કહી રહી છે.
અવંતિકા તથા ઈમરાન ખાન નાનપણના મિત્રો હતા અને બંનેએ ૨૦૧૧માં લગ્ન કર્યા હતા. ૨૦૧૪માં અવંતિકાએ દીકરી ઈમારાને જન્મ આપ્યો હતો. જોકે, ૨૦૧૯થી બંને અલગ રહે છે. તેમના ડિવોર્સ થયા છે કે નહીં તે વાત હજી સુધી સ્પષ્ટ થઈ શકી નથી.
સૂત્રોના મતે, અવંતિકા તથા ઈમરાન પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. અવંતિકા સાહિબ સિંહ લામ્બાને ડેટ કરતી હોવાની ચર્ચા છે. ગયા વર્ષે અવંતિકાએ સાહિબ સાથેની તસવીરો શૅર કરતાં ડેટિંગની વાતને હવા મળી હતી. જોકે, હજી સુધી બંનેમાંથી કોઈએ રિલેશનનો સ્વીકાર કર્યો નથી. બીજી બાજુ આમિર ખાનનો ભાણીયો ને એક્ટર ઈમરાન ખાન એક્ટ્રેસ લેખા વોશિંગ્ટનને ડેટ કરતો હોવાની ચર્ચા છે. થોડાં સમય પહેલાં જ બંને હાથોમાં હાથ નાખીને જોવા મળ્યા હતા.
ઈમરાન ખાન ૨૦૧૫માં ’કટ્ટ બટ્ટી’માં કંગના રનૌત સાથે જોવા મળ્યો હતો. ત્યાર પછી તે એકપણ ફિલ્મમાં જોવા મળ્યો નથી. ૨૦૧૮માં ઈમરાને ’મિશન માર્સ: કીપ વૉકિંગ ઇન્ડિયા’થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. ઈમરાને ૨૦૦૮માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ ’જાને તુ યા જાને ના’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ઘણી જ હિટ રહી હતી. આ પહેલાં ઈમરાને ’કયામત સે કયામત તક’ તથા ’જો જીતા વહી સિકંદર’માં નાનકડો રોલ પ્લે કર્યો હતો. ૨૦૧૮માં એ વાત સામે આવી હતી કે ઈમરાન ખાને એક્ટિંગને અલવિદા કહી દીધી છે. ઈમરાને સો.મીડિયા એકાઉન્ટ્સ પણ બંધ કરી દીધા છે.