આમીર ખાન ડિવોર્સ પછી પણ પોતાની પત્નીઓને દર અઠવાડિયે મળવા જાય છે..

મુંબઇ,

કરણ જોહરનો શો કોફી વીથ કરણ શરૂ થઈ ગયો છે. આ ટોક શો ના અત્યારસુધી ત્રણ એપિસોડ રીલિઝ થઈ ચુક્યા છે અને ચોથો રીલિઝ માટે તૈયાર છે. આ વખતે શો માં આમીર ખાન અને કરીના કપૂર હાજરી આપવાના છે. શો માં આમીરના જીવનથી જોડાયેલા ઘણા રાઝ સામે આવવાના છે. સાથે જ કરીનાના જીવનને લઈને પણ વાતો સામે આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આમીર પોતાના લગ્નજીવનને લઈને પણ વાત કરવાના છે.

બોલિવુડ અભિનેતા આમીર ખાન આ વખતે કોફી વીથ કરણમાં પોતાની પૂર્વ પત્નીઓ કિરણ અને રીનાની સાથે પોતાના સંબંધો વિશે વાત કરતા જોવા મળશે. શો માં તેણે કહ્યું છે કે તે બંનેની સાથે સંપર્કમાં છે અને તેમને મળતા પણ રહે છે. આમીર ખાને કહ્યું કે મારા મનમાં એ બંને માટે ઘણું સમ્માન છે. અમે લોકો હંમેશા એક પરિવાર જ રહીશું. તેણે એ પણ કહ્યું કે અમે બધા અઠવાડિયામાં એક વખત એક્સાથે મળીએ છીએ, ભલે અમે કેટલા પણ વ્યસ્ત હોઈએ. એકબીજા માટે સાચી કાળજી, પ્રેમ અને સમ્માન છે.

તમને જણાવી દઈએ કે આમીર ખાનની પહેલી પત્નીનું નામ રીના દત્તા છે. ફિલ્મોમાં આવવા પહેલા જ આમીર ખાને રીના સાથે લગ્ન કરી લીધા હતા. સારી રીતે તાલમેળ ન મળ્યા પછી આમીર ખાને રીનાથી ડિવોર્સ લઈ લીધા હતા. ડિવોર્સ લીધા બાદ અભિનેતાએ વર્ષ ૨૦૦૫ માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. ૧૫ વર્ષ એક સાથે રહ્યાં પછી બંનેએ વર્ષ ૨૦૨૧ માં એકબીજાથી ડિવોર્સ લીધા. બંનેએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમણે અલગ થવાનો નિર્ણય લીધો છે અને તે પોતાના દિકરા આઝાદ રાવ ખાનનો એક્સાથે મળીને ઉછેર કરશે.