આમિર ખાન અને રીના દત્તની દીકરી આઈરા ખાને આ વર્ષની શરૂઆતમાં પોતાના લોંગટાઈમ બોયફ્રેન્ડ નુપુર શીખરે સાથે લગ્ન કર્યા હતા. આ કપલ ૧૦ જાન્યુઆરીના રોજ ઉદયપુરના એક શાનદાર ડેસ્ટિનેશન વેડિંગમા લગ્ન કર્યા હતા. તેના બાદ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન યોજાયું હતું, જેમાં બોલિવુડની અનેક સેલિબ્રિટીઝ હાજર રહી હતી. હાલમાં જ આ સ્ટાર કિડે પોતાના રિસેપ્શનની એક તસવીર શેર કરી છે, જેની સાથે તેને પોતાના પતિની એક ખરાબ આદત વિશે ફરિયાદ કરી છે.
આમિર ખાનની દીકરી આઈરા ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ નુપુર શિખરે અને માતા રીના દત્તની તસવીર શેર કરી હતી. આ તસવીર રિસ્પેશન પહેલા ક્લિક કરાઈ હતી, જ્યારે આઈરા રિસેપ્શન માટે તૈયાર થઈ રહી હતી. પહેલી તસવીરમાં કપલ મસ્તી કરતું જોવા મળ્યું છે, જેના બાદ નુપુર શિખરે અને રીના દત્તની તસવીર છે.
તસવીર સાથે આઈરા ખાને લખ્યું કે, રિસેપ્શન શરૂ થતા પહેલા હું એક્સાઈટેડ હતી. મેકઅપ અને સ્વેટપેન્ટ સાથે હું કેટલી અજીબ લાગુ છુ. આ બધુ બહુ જ મજેદાર હતું. મને આ ગમ્યું. કૃપયા કરીને આ બાબત પર યાન આપો કે, તે હંમેશા મારે કમ્ફર્ટેબલ કપડા કેવી રીતે ચોરી લે છે. પછી હું તેને એ કપડા સાથે ગળે લગાવું છું. તેથી આ વિન-વિન સિચ્યુએશન છે.
તસવીરમાં જોઈ શકાય છે કે, આ કપલ કેવી રીતે સજીધજીને કેમેરા સામે પોઝ આપી રહ્યાં છે. આઈરા ખાનની આ પોસ્ટ પર પતિ નુપિરે લાલ દિલનું ઈમોજી આપ્યું હતું. આ ઉપરાંત કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે પણ આ પોસ્ટ પર રિએક્શન આપ્યું છે.