આંબેડકરના ભગવા પોસ્ટર લગાવતા હિન્દુ સંગઠનના નેતા, પોલીસે ધરપકડ કરી

ચેન્નાઇ,

બીઆર આંબેડકરનું ભગવા પોસ્ટર લગાવવા બદલ મંગળવારે રાત્રે તમિલનાડુના કુમ્બકોનમમાંથી એક તમિલ હિંદુ જૂથના નેતાની ધરપકડ કરવામાં આવી હતી. પોસ્ટરમાં બીઆર આંબેડકરને કેસરી શર્ટ પહેરેલા અને કપાળ પર પવિત્ર રાખ લગાવતા દર્શાવવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા નેતાની ઓળખ હિન્દુ મક્કલ કચ્છીના મહાસચિવ ગુરુમૂત તરીકે થઈ છે.

ગુરુમૂતની ધરપકડ સાંસદ થોલ થિરુમાવલવન દ્વારા કરવામાં આવેલા ટ્વીટ બાદ કરવામાં આવી હતી, જેમણે આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. તિરુમાવલવને ટ્વીટ કર્યું કે પોસ્ટર આંબેડકરને ભગવા કરે છે જેમણે વિષ્ણુ અથવા બ્રહ્માને પ્રાર્થના કરવાનો ઇનકાર કર્યો હતો. તિરુમાવલવને લખ્યું છે કે આંબેડકરને ભગવા શર્ટમાં અને કપાળ પર પવિત્ર વિભૂતિ સાથે દર્શાવનારા આવા ધામક કટ્ટરપંથીઓની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.

જો કે, હિંદુ મક્કલ કચ્છીના એક નેતાએ કહ્યું કે જૂથે જાગૃતિ લાવવા માટે બીઆર આંબેડકરનું ભગવાકરણ કર્યું હતું. આંબેડકર ભગવા પ્રેમી હતા કારણ કે તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, જેનું પ્રતિક ભગવા છે. હિંદુ મક્કલ કચ્છી નેતા, અર્જુન સંપતે કહ્યું કે અમે તિરુમાવલવન સામે જાગૃતિ લાવવા માટે આંબેડકરને ભગવા કર્યા.