આમ જનતા પાર્ટી દ્વારા પંચમહાલ લોકસભા બેઠક ચુંંટણી પ્રસાર અને હોદ્દેદારોની નિમણૂંક માટે મીટીંગ યોજી

ગોધરા,\આજરોજ આમ જનમત પાર્ટી પંચમહાલ ગુજરાત દ્વારા ગોધરા ખાતે લોકસભા ચૂંટણીના પ્રચાર તથા નવા હોદ્દેદારોની નિમણૂંક આધારિત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રદેશ અધ્યક્ષ સુરેશભાઈ પરમાર પંચમહાલ જીલ્લા લોકસભા ઉમેદવાર રમણભાઈ બારીયાના અધ્યક્ષ સ્થાને એક મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભાના ઇલેક્શન માટે પાર્ટીએ સમગ્ર જીલ્લામાં પ્રચાર માધ્યમના અર્થે તમામ કાર્યકર્તાને પદાધિકારીઓ દ્વારા ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફુકવામાં આવ્યું. જેમાં પંચમહાલ જીલ્લાના તાલુકા તથા જીલ્લા લેવલે હોદ્દેદારોની નવી નિમણૂક પણ કરવામાં આવી અને ચૂંટણીનો માધ્યમ સ્તર આજથી પ્રચાર અર્થે ચાલુ કરેલ છે. જેમાં પ્રદેશ પ્રમુખ દ્વારા દેશમાં મોધવારી બેરોજગારી ગામડામાં પીવાના પાણીની સમસ્યા ગરીબી શિક્ષણ આરોગ્ય જેવા પ્રશ્ર્નો લઈને આમ જનમત પાર્ટી દ્વારા ઉમેદવારને જંગી બહુમતીથી મત આપી જીતાડવા માટેનો પ્રચાર માધ્યમ ચાલુ કરેલ છે.